તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Kohli Becomes ICC Cricketer Of The Decade, Dhoni Receives Spirit Of Cricket Award

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ICC એવોર્ડ 2020:વિરાટ ક્રિકેટર, ધોની ક્રિકેટનો આત્મા; વિરાટ દાયકાનો શ્રેષ્ઠ ક્રિકેટર, સ્ટીવ સ્મિથ સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ખેલાડી

દુબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2011થી 2020 દરમિયાન કોહલીને સૌથી વધુ ICC એવોર્ડ્સ મળ્યાં
  • જો તમે પોતાના પર વિશ્વાસ કરતા હો તો અવરોધ છતાં તમારાં સપનાં સાકાર કરતા જોઈ શકશો - વિરાટ કોહલી
  • મહિલા વર્ગમાં એલિસાની ક્લીન સ્વિપ, રશિદ ખાન ટી-20માં બેસ્ટ સ્મિથે 123 ઇનિંગ્સમાં 7040 રન કર્યા

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ સોમવારે ક્રિકેટ અવૉર્ડ્સના વિજેતાઓનાં નામની જાહેરાત કરી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને 'સર ગારફીલ્ડ સોબર્સ મેલ ક્રિકેટર ઓફ ધ ડેકેડ' (2011-2020) અને 'વનડે પ્લેયર ઓફ ધ ડેકેડ' અવૉર્ડથી નવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને સ્પિરિટ ઓફ ક્રિકેટ અવૉર્ડ ઓફ ધ ડેકેડ માટે પસંદ કરવામાં આવ્યા છે.

કોહલીએ 2011થી 2020 સુધી ટેસ્ટ, વનડે અને ટી-20 ઈન્ટરનેશનલ મળીને 20,396 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 66 સેન્ચુરી અને 94 હાફસેન્ચુરી ફટકારી છે. કોહલીએ આ દરમિયાન 70 ઈનિંગ્સમાં 56.97ની એવરેજથી રન બનાવ્યા છે. તેઓ 2011માં વર્લ્ડ કપ જીતનારી ટીમ ઈન્ડિયામાં પણ સામેલ હતા. તો માત્ર વનડેમાં કોહલીએ આ દશકામાં 61.93ની એવરેજથી 10 હજારથી વધુ રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 39 સેન્ચુરી અને 48 ફિફ્ટી લગાવી છે. છેલ્લાં 10 વર્ષમાં વનડેમાં તેણે 112 કેચ પકડ્યા છે.

ધોની આ માટે- બેલ રનઆઉટ થયો પણ પાછો બોલાયો
ધોની આ માટે- બેલ રનઆઉટ થયો પણ પાછો બોલાયો

આ તસવીર એ ઘટનાની છે કે જેના માટે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને સ્પિરિટ ઓફ ધ ક્રિકેટનો એવોર્ડ મળ્યો છે. 2011માં ઇંગ્લેન્ડ-ભારત વચ્ચે નોટિઘમ ખાતે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન ઇયાન મોર્ગને ટી બ્રેક પહેલા અંતિમ બોલે શોટ માર્યો. ઇયાન બેલને થયું કે બોલ બાઉન્ડ્રી પાર કરી ગયો છે. આથી તે ક્રિઝમાં નહોતો અને રનઆઉટ અપાયો. પણ ટી બ્રેક દરમિયાન ધોનીએ અપીલ પાછી ખેંચી અને બેલ મેદાનમાં આવ્યો.

સ્મિથ આ દશકાનો ટેસ્ટનો સર્વશ્રેષ્ઠ પ્લેયર
આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને 'ટેસ્ટ પ્લેયર ઓફ ધ ડેકેડ' તરીકે પસંદ કર્યો છે. સ્મિથે 2011થી 2020 વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં 65.79ની સરેરાશથી 7,040 રન બનાવ્યા.આ દરમિયાન તેમની સરેરાશ ટેસ્ટના હાલના ટોપ-50 બેટ્સમેનથી સૌથી વધુ છે. આ દરમિયાન તેણે 26 સેન્ચુરી અને 28 ફિફ્ટી મારી છે.

રાશિદ દશકાના સર્વશ્રેષ્ઠ ટી-20 પ્લેયર
અફઘાનિસ્તાનના રાશિદ ખાનને ICC મેન્સ 'ટી-20 ક્રિકેટર ઓફ ધ ડેકેડ' અવૉર્ડથી નવાજવામાં આવ્યા છે. તેણે આ દશકામાં ટી-20માં સૌથી વધુ 89 વિકેટ લીધી. આ દરમિયાન તેની સરેરાશ 12.62 રહી. તેણે 3 મેચમાં ચાર વિકેટ અને 2 વખત પાંચ વિકેટ ઝડપી છે.

ધોનીને ખેલ ભાવના પુરસ્કાર
ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને 'ICC સ્પિરિટ ઓફ ક્રિકેટ અવૉર્ડ'થી નવાજવામાં આવ્યો છે. ધોનીએ 2011માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝ દરમિયાન ઈયાન બેલને રાઉઆઉટ હોવા છતાં તેને મેદાન પર પરત બોલાવ્યો હતો. ફેન્સે તેમને એ માટે સ્પિરિટ ઓફ ક્રિકેટ અવૉર્ડ માટે પસંદ કર્યો છે.

ICC ફિમેલ ક્રિકેટર ઓફ ધ ડેકેડ બની એલિસ પેરી
મહિલાઓમાં ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી 'રેચેલ હેહો ફ્લિન્ટ ફિમેલ ક્રિકેટર ઓફ ધ ડેકેડ' તરીકે ચૂંટાઈ. આ સાથે જ તેને 'વુમન્સ વન પ્લેયર' અને 'ટી-20 પ્લેયર ઓફ ધ ડેકેડ' તરીકે પસંદ કરવામાં આવી છે. એલિસે 2011થી 2020ની વનડે અને ટી-20 ઈન્ટરનેશનલ મળીને 4,349 રન બનાવ્યા.

વનડેમાં પણ એલિસ પેરીનો જલવો
આ દરમિયાન તેણે બોલર્સ તરીકે પણ પોતાનો જાદૂ વિખેર્યો છે. તેણે વનડે અને ટી-20 ઈન્ટરનેશનલમાં 213 વિકેટી લીધી. તે 4 વખતની ટી-20 ચેમ્પિયન અને 2013માં વનડે વર્લ્ડ કપ જીતનારી ઓસ્ટ્રેલિયાની વુમન્સ ટીમમાં પણ સામેલ હતી. વનડેમાં તેણે આ દશકામાં 68.97ની સરેરાશથી 2,621 રન બનાવ્યા. પેરીએ આ દરમિયાન 98 વિકેટ પણ લીધી.

ટી-20માં પેરીની બેટિંગ એવરેજ શાનદાર
આ દશકામાં ટી-20માં પેરીએ 30.39ની એવરેજથી 1,155 રન બનાવ્યા. આ સાથે જ તેણે 20.64ની સરેરાશથી 89 વિકેટ પણ લીધી હતી. ઓસ્ટ્રેલિયાઈ વુમન્સ ટીમમાં 2012, 2014, 2018 અને 2020માં વુમન્સ વર્લ્ડ કપ પોતાને નામે કર્યો હતો.

ICC ક્રિકેટ અવૉર્ડ્સ ઓફ ધ ડેકેડ (2011-2020):

અવૉર્ડપ્લેયરદેશ
ICC મેલ ક્રિકેટ ઓફ ધ ડેકેડવિરાટ કોહલીભારત
ICC મેન્સ વનડે ક્રિકેટર ઓફ ધ ડેકેડવિરાટ કોહલીભારત
ICC મેન્સ ટી-20 ક્રિકેટર ઓફ ધ ડેકેડરાશિદ ખાનઅફઘાનિસ્તાન
ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ ડેકેડસ્ટીવ સ્મિથઓસ્ટ્રેલિયા
ICC સ્પિરિટ ઓફ ક્રિકેટ અવૉર્ડ ઓફ ધ ડેકેડમહેન્દ્રસિંહ ધોનીભારત
ICC ફિમેલ ક્રિકેટર ઓફ ધ ડેકેડએલિસ પેરીઓસ્ટ્રેલિયા
ICC વુમન્સ વનડે ક્રિકેટર ઓફ ધ ડેકેડએલિસ પેરીઓસ્ટ્રેલિયા
ICC વુમન્સ ટી-20 ક્રિકેટર ઓફ ધ ડેકેડએલિસ પેરીઓસ્ટ્રેલિયા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો