• Gujarati News
  • Sports
  • Know About Weight Price And Science Of Javelin Throw Neeraj Chopra Tokyo Olympic

ઓલિમ્પિક:નીરજના ભાલાનું 800 ગ્રામ વજન, એક લાખથી વધુ કિંમત, જાણો જીતની કરામત પાછળ શું છે રહસ્ય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને નીરજે આખા દેશને ખુશ કરી દીધો છે. ભારતને એથલેટિક્સમાં આ પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે. પરંતુ શું તમને ખબર છે કે, નીરજે ભાલા ફેંકમાં જે ભાલાનો ઉપયોગ કર્યો હતો તેની કિંમત શું છે અને તેનું વજન કેટલુ છે? કઈ ટેક્નિકથી ભાલો ફેંકવાથી તે 87 મીટરના અંતરે જઈને પડ્યો હતો? ટેક્નિકની સાથે સાથે નીરજ ચોપડાને કેવી રીતે આર્થિક સપોટ મળ્યો, જેથી તેઓ પ્રેક્ટિસ કરી શક્યા, વધારે મહેનત કરી શક્યા.

ભાલાની કિંમત 1 લાખથી વધુ
સૌથી પહેલાં વાત કરીએ નીરજ ચોપડાના તે ભાલાની કિંમત જેને ફેંકીને તેણે દેશને એથલેટિક્સમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ ભાલાની કિંમત અંદાજે રૂ.1.10 લાખની આસપાસ છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ના જણાવ્યા પ્રમાણે નીરજ ચોપડા પાસે આવા 4 ભાલા છે. જેનાથી તેઓ સતત પ્રેક્ટિસ કરતા હોય છે. આ ચારેયની કિંમત 4.35 લાખથી થોડી વધારે છે.

ભાલાનું વજન
હવે વાત કરીએ નીરજ ચોપાડાના ભાલાના વજનની, જે તેમણે આટલો દૂર ફેંક્યો હતો. ઓલિમ્પિક ગેમ્સના નિયમ પ્રમાણે ભાલા ફેંકમાં પુરુષો અને મહિલાઓના ભાલાનું વજન નક્કી હોય છે. પુરુષની ભાલા ફેંકની સ્પર્ધામાં લંબાઈ 2.6થી 2.7 મીટરની વચ્ચેની હોય છે. તેનું વજન 800 ગ્રામ હોય છે. જ્યારે મહિલાઓના ભાલાનું વજન 600 ગ્રામ નક્કી કરવામાં આવ્યું છે. અને તેની લંબાઈ 2.2થી 2.3 મીટરની હોય છે.

નીરજની ટ્રેનિંગમાં કેટલો ખર્ચ?
ભારતીય અને અન્ય મીડિયા રિપોર્ટ્સમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે ભારત સરકારે નીરજ ચોપડાની પ્રેક્ટિસ, ટ્રેનિંગ, ટ્રીટમેન્ટ અને અન્ય સુવિધાઓ પર 7 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. નીરજ ચોપરા પર અત્યાર સુધીમાં દર વર્ષે 2016 રિયો ઓલિમ્પિક પછીથી લઈને અત્યાર સુધીમાં ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (TOPS) અંતર્ગત SAIએ 52.65 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જ્યારે ACTC (annual calendar for training and competition) અંતર્ગત 1.29 કરોડથી વધારે ખર્ચ કરવામાં આવ્યો છે.

નીરજના કોચ ઉપર પણ સવા કરોડનો ખર્ચ
ધી બ્રીજ નામના મીડિયાએ લખ્યું છે કે, નીરજ ચોપડાની વિદેશમાં ટ્રેનિંગ અને સ્પર્ધા માટે 4 કરોડ 85 લાખ 39 હજાર 639 (4,85,39,639) રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કોચની સેલરી પર 1 કરોડ 22 લાખ અને ચાર ભાલા પર 4.35 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે કુલ થઈને 6 કરોડ 11 લાખ 99 હજાર 518 રૂપિયા થાય છે. ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (TOPS)માં કુલ મળીને 126 એઠલીટ્સ અને ટીમને સામેલ કરવામાં આવ્યા હતા. તેમાં તીરાંદાજી, બોક્સિંગ, કુશ્તી, એથલેટિક્સ, ટેબલ ટેનિસ, હોકી અને પૈસા-સ્પોર્ટ્સ સામેલ છે.

ભાલાને દૂર ફેંકવામાં શું છે કરતબ

  • હવે વાત કરીએ ભાલાને સૌથી દૂર ફેંકવાની ટેક્નિક એટલે કે વિજ્ઞાનની. કોઈ પણ શારીરિક સ્પર્ધામાં બાગ લેવા માટે તાકાત, ક્ષમતા, સહનશક્તિ અને ઉર્જા જેવી શારીરિક અને માનસિક તૈયારીની જરૂર હોય છે. પરંતુ તે બધા કરતા વધારે જરૂરી છે, તે કામ કરવાની ટેક્નિક અથવા તેની પાછળનું વિજ્ઞાન. ભાલાને કેવી રીતે ફેકીએ તો તે દૂરના અંતરે જાય અને મેડલ અપાવી શકે.
  • ભાલો ફેંકવાની પદ્ધતિમાં એક ખાસ કરતબ હોય છે. તેમાં તમારી ગતિ, હવાની ગતિ, દિશા, એરોડાયનેમિક્સ, ફેંકવાનો એંગલ, તે સાથે જ ભાલો ફેંકતી વખતે તેને કઈ ગતિ પર ફેંકવો છે અને કયા એંગલથી અને તેના પર પોતાની જાતનું નિયંત્રણ. જો આમાંથી કોઈ એક પણ ફેક્ટર બગડે તો ભાલો નક્કી કરેલી જગ્યાએ પહોંચતો નથી.
  • સ્પીડમાં ભાલો ફેંકવાના 3 સ્ટેપ્સ હોય છે. પહેલું ઝડપથી દોડવું અને ક્રોસ ઓવર સ્ટેપ. એટલે કે 6-10 ડગલાં ઝડપથી દોડીને 2-3 પગલાં ક્રોસઓવર સ્ટેપ લેવાના હોય છે.
  • આ 6-10 ડગલાં 5થી 6 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી દોડવાનો પ્રયત્ન કરવાનો હોય છે. એટલે કે 20 કિમી પ્રતિકલાક. જ્યારે ભાલો ફેંકવામાં આવે છે ચે 28-30 મીટર પ્રતિ સેકન્ડ એઠલે કે 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ હોય છે. આ સ્પીડ છેલ્લા બે ક્રોસઓવર સ્પેપ પર મળે છે. સેકન્ડ લાસ્ટ ક્રોસઓવર સ્ટેપને ઈમ્પલ્સ સ્ટેપ કહેવામાં આવે છે. આ મૂવમેન્ટ ક્રિકેટના ફાસ્ટ બોલરની જેમ હોય છે.
  • ત્યારપછી છેલ્લુ સ્ટેપ હોય છે ડિલીવરી સ્ટેપ. જેમાં એથલિટ તેના દોડવાના કારણે બનેલી ગતિ અને તાકાતનો ઉપયોગ કરીને ભાલાને ફેંકે છે. તેનાથી શરીરની બધી ઉર્જાને હાથમાં ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જેથી ભાલો દૂર પડે. જેમાં શરીરની ઉર્જા નીચેથી ખભાના ભાગ સુધી જાય છે. આ પ્રોસેસ ત્યારે શરૂ થાય છે જ્યારે એથલિટ તેના પાછળના પગ પર થોડું અટકે છે. આગળનો પગ અને ભાલો ઉપરની તરફ જાય છે. ભાલાનો ખૂણો આંખાની સીધી દિશામાં જ હોય છે.
  • પછી ડિલીવરી અને રિકવરી. એઠલે કે પહેલો પગ જમીન પર હોય છે. શરીરના ઉપરના ભાગમાં મૂવમેન્ટ હોય છે. એથલીટ નીચે નમીને ઉર્જાને સંતુલિત કરીને રોકાય છે. ભાલો ફેંકવા માટે તેનો એંગલ બહુ જરૂરી હોય છે. મેડલ જીતવા માટે જરૂરી છે કે, ભાલો ફેંકતી વખતે તેનું માથું 32થી 36 ડિગ્રીના એંગલ પર હોય. તેમાં ત્રણ એંગલનું ધ્યાન રાખવામાં આવે છે. એંગલ ઓફ એટેક, એંગલ ઓફ એટીટ્યૂટ અને એંગલ ઓફ વેલોસિટી વેક્ટર.
  • એંગલ ઓફ એટેકનો અર્થ હોય છે એથલિટ દ્વારા નક્કી કરવામાં આવેલી દિશા અને ગતિમાં ફેંકવામાં આવેલો ભાલો. એટલે કે યોગ્ય દિશા અને ગતિ છે કે નહીં. ત્યારપછી ભાલાનો એંગલ સાચો છે કે નહીં. એટલે કે 32થી 36 ડિગ્રીની વચ્ચે છે કે નહીં. તેને જોવા માટે એથલીટ એંગલ ઓફ એટીટ્યૂટની પ્રેક્ટિસ કરે છે. એટલે કે ભાલાનું જમીન સાથેનું ઓરિએંટેશન કેવુ છે. તે નિશ્ચિત જ નહીં પરફેક્ટ પણ હોવું જોઈએ.
  • ત્યારપછી એથલીટ એ વાતનું ધ્યાન રાખે છે કે, એંગલ ઓફ વેલોસિટી વેક્ટર એટલે કે ભાલાની ઉડાન માર્ગ દરમિયાન ભાલાની વચ્ચેનું સંતુલન જળવાય છે કે નહીં. એટલે કે ઉડાન દરમિયાન ભાલો કોઈ એક એંગલ તરફ તો આગળ નથી જઈ રહ્યો છે. તેનું કેન્દ્ર ઝીરો ડિગ્રી પર હોવું જોઈએ.
અન્ય સમાચારો પણ છે...