• Gujarati News
  • Sports
  • Knee Injury Aggravated, Surgery Will Have To Be Done; Not Even Playing The Asia Cup

રવિન્દ્ર જાડેજા ટી-20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થયો:ઘુંટણની ઈજાએ વધારી પરેશાની, કરાવવી પડશે સર્જરી; એશિયા કપ પણ નથી રમી રહ્યો

એક મહિનો પહેલા

દર વર્ષે ઓક્ટોબરમાં શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપ પહેલાં જ ભારતને મોટો ઝાટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ મેગા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. PTIના રિપોર્ટ મુજબ તેમને ઘુંટણની સર્જરી કરાવવી પડશે અને તેમને સંપૂર્ણપણે ફીટ થવામાં ઘણો સમય લાગી શકે છે. જાડેજા એશિયા કપની ગ્રુપ મેચ પછી ગોઠણની ઈજાને કારણે બહાર થઈ ગયો છે. તેમની જગ્યાએ રિઝર્વ ખેલાડી અક્ષર પટેલને તક આપવામાં આવી છે.

પાકિસ્તાન સામે રમી હતી શાનદાર ઈનિંગ
પાકિસ્તાન વિરૂદ્ધની મેચમાં જાડેજાએ 29 બોલમાં 35 રનની શાનદાર ઈનિંગ રમી હતી જેમાં બે છગ્ગા અને બે ચોગ્ગા સામેલ હતા. તો બોલિંગ કરતા તેમને બે ઓવરમાં માત્ર 11 રન જ આપ્યા હતા. બીજી લીગ મેચમાં હોંગકોંગ વિરૂદ્ધ જાડેજાએ સારી બોલિંગ કરતા ચાર ઓવરમાં માત્ર 15 રન આપીને એક વિકેટ પણ લીધી હતી. તેના શાનદાર થ્રોથી એક રનઆઉટ પણ થયો હતો.

રવિન્દ્ર જાડેજા બેટિંગ, બોલિંગની સાથે સાથે ફીલ્ડિંગમાં પણ ટીમ માટે મહત્વનું યોગદાન આપે છે.
રવિન્દ્ર જાડેજા બેટિંગ, બોલિંગની સાથે સાથે ફીલ્ડિંગમાં પણ ટીમ માટે મહત્વનું યોગદાન આપે છે.

2022માં 50થી વધુની એવરેજથી રન બનાવ્યા હતા
ટી-20 ક્રિકેટમાં જાડેજાનું ફોર્મ સારું રહ્યું છે. આ વર્ષે તેમને 9 મેચ રમી અને 50.25ની સરેરાશથી 201 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમની સ્ટ્રાઈક રેટ 141.54ની રહી છે. તો બોલિંગથી જાડેજાનું પ્રદર્શન ખાસ નથી રહ્યું. તેને 9 મેચમાં માત્ર 5 જ વિકેટ પોતાના નામે કરી છે.

રવિન્દ્ર જાડેજાનું બેટ ટી-20 ક્રિકેટમાં જોરદાર બોલ્યું છે, તેને આ વર્ષે 50થી વધુની સરેરાશથી રન બનાવ્યા છે.
રવિન્દ્ર જાડેજાનું બેટ ટી-20 ક્રિકેટમાં જોરદાર બોલ્યું છે, તેને આ વર્ષે 50થી વધુની સરેરાશથી રન બનાવ્યા છે.

જાડેજા વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ સીરીઝ પણ રમી શક્યો ન હતો
એશિયા કપ પહેલાં ભારતીય ટીમ વેસ્ટઈન્ડિઝ ટૂર પર ગઈ હતી. જાડેજા આ સીરીઝમાં પણ ટીમમાં સામેલ થઈ શક્યો ન હતો. મળતી માહિતી મુજબ તેના જમણા ઘુંટણમાં ઈજાને કારણે તેમને પસંદગીકારોએ આરામ આપ્યો હતો.

ટી-20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત હજુ નથી થઈ
ભારતીય ટીમ આગામી સપ્તાહે જ ટી-20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી શકે છે. આ પહેલાં ભારતને ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વિરૂદ્ધ પણ શ્રેણી રમવાની છે. આ બંને સીરીઝ માટે પણ ટીમની જાહેરાત થઈ શકે છે. જાડેજાની જગ્યાએ અક્ષર પટેલને ટી-20 વર્લ્ડ કપમાં ચાન્સ મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...