• Gujarati News
  • Sports
  • Kidambi Srikanth Became The First Indian Male Player To Reach The Final Of The World Championships; Target Won Bronze

બેડમિન્ટનમાં ભારતીય ખેલાડીઓનો દબદબો:કિદામ્બી શ્રીકાંત વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરૂષ ખેલાડી બન્યો​​​​​​​; લક્ષ્યે બ્રોન્ઝ જીત્યો

એક મહિનો પહેલા

ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતે ભારતના જ લક્ષ્ય સેનને હરાવીને બેડમિન્ટનમાં BWF વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ ટાઇટલ મુકાબલામાં પહોંચનાર તે ભારતીય પ્રથમ પુરૂષ બન્યો છે. જો કે યુવા લક્ષ્ય સેને પણ તેને પડકાર ફેંક્યો હતો અને એક સમયે શ્રીકાંત તેનાથી પાછળ રહેતો જણાતો હતો, પરંતુ તેના અનુભવનો ઉપયોગ કરીને તેણે બાજી પોતાના હાથમાં કરી હતી.

શ્રીકાંતે લક્ષ્ય સેનને 17-21, 21-14, 21-17થી હરાવ્યો હતો. બંને વચ્ચેની મેચ એક કલાક અને નવ મિનિટ સુધી ચાલી હતી. લક્ષ્ય સેને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેમની પહેલા પ્રકાશ પાદુકોણ 1983માં, જ્યારે બી સાઈ પ્રણીતે 2019માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

મેચ જીતી ફાઈનલમાં જગ્યા બનાવી
લક્ષ્ય સેને પ્રથમ મેચ 17-21થી જીતી હતી. લક્ષ્યે શરૂઆતથી જ 11-8ની સરસાઈ મેળવી હતી. બીજી તરફ, શ્રીકાંતે વાપસી કરવાનો પ્રયાસ કર્યો અને સ્કોર 17-16 કર્યો પરંતુ સેને સતત 5 પોઈન્ટ મેળવી પ્રથમ રાઉન્ડ જીત્યો હતો. બીજી તરફ, શ્રીકાંતે 21 મિનિટમાં બીજો રાઉન્ડ 21-14થી જીતી લીધી હતી. ત્રીજી અને નિર્ણાયક રાઉન્ડમાં લક્ષ્યે લીડ લીધી હતી અને એક સમયે તે 13-10થી આગળ હતો. એવામાં લક્ષ્યની કેટલીક ભૂલોનો ફાયદો ઉઠાવીને અને પોતાનો બધો અનુભવ બતાવતા શ્રીકાંતે પહેલા સ્કોર 13-13 અને પછી 16-16 કર્યો. શ્રીકાંતે ફરીથી સતત 3 પોઈન્ટ બનાવ્યા અને 21-17થી આ મેચ જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.

કિદામ્બી શ્રીકાંતે સેમીફાઇનલમાં લક્ષ્ય સેનને 17-21, 21-14, 21-17થી હરાવ્યો હતો.
કિદામ્બી શ્રીકાંતે સેમીફાઇનલમાં લક્ષ્ય સેનને 17-21, 21-14, 21-17થી હરાવ્યો હતો.

શ્રીકાંત વિશ્વમાં નંબર 1 રહ્યો છે
કિદામ્બી શ્રીકાંત, જે આંધ્ર પ્રદેશના ગુંટુરનો રહેવાસી છે, તે 2018માં વિશ્વનો નંબર વન રહ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયન ઓપન, ઈન્ડોનેશિયા ઓપન, સિંગાપુર ઓપન, ચાઈના ઓપન સહિત અનેક ટાઈટલ જીત્યા છે.

સ્પેનમાં 12 ડિસેમ્બરથી ચેમ્પિયનશિપ ચાલી રહી છે
BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 12 ડિસેમ્બરથી સ્પેનના હુએલવામાં યોજાઈ રહી છે અને 19 ડિસેમ્બર સુધી ચાલશે. આ વખતે ઈન્ડોનેશિયાની ટીમ ભાગ લઈ રહી નથી.

અન્ય સમાચારો પણ છે...