• Gujarati News
  • Sports
  • 7 Players Including Kidambi Srikkanth Infected In India Open Badminton Tournament, He Withdrew From The Tournament

કોરોનાએ ભારતીય ખેલાડીઓ પર કહેર વર્તાવ્યો:ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં કિદાંબી શ્રીકાંત સહિત 7 પ્લેયર સંક્રમિત, તેમણે ટૂર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચ્યું

નવી દિલ્હી12 દિવસ પહેલા

ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ પર કોરોનાએ કહેર વર્તાવ્યો છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને જણાવ્યું હતું કે 7 ભારતીય ખેલાડી કોરોનાથી સંક્રમિત થયા છે. આ તમામ ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાંથી નામ પરત લઈ લીધું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ખેલાડીઓનાં નામ કિદાંબી શ્રીકાંત, અશ્વિની પોનપ્પા, રિતિકા રાહુલ ઠાકર, તૃસા જોલી, મિથુન મંજુનાથ, સિમરન અમર સિંહ અને ખુશી ગુપ્તા છે. જોકે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને પોઝિટિવ ખેલાડીઓનાં નામ જણાવ્યાં નથી.

આ ખેલાડીઓનો 12 જાન્યુઆરીના રોજ RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હવે આ તમામ ખેલાડીઓની સાથે જે પ્લેયરની મેચ હતી તેમને આગામી રાઉન્ડમાં વોકઓવર આપવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડનો મુકાબલો ગુરુવારે રમાશે.

પહેલાં પણ ઘણા ખેલાડીઓ સંક્રમિત થયા છે
આ ટૂર્નામેન્ટની શરૂઆત 11 જાન્યુઆરીએ થઈ હતી. ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલાં બે ભારતીય ખેલાડી- બી.સાઈ પ્રણીત અને ધ્રુવ રાવત કોરોના સંક્રમિત થયા હતા.

ઈંગ્લેન્ડની ટીમે પણ કોરોનાના કારણે જ ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચ્યા હતા. ઈન્ડિયા ઓપન ટૂર્નામેન્ટ BWF વર્લ્ડ ટૂર સુપર 500નો હિસ્સો છે. 16 જાન્યુઆરી સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં ભારત સહિત વિશ્વના ઘણા શટલર ભાગ લઈ રહ્યા છે.

ટૂર્નામેન્ટના બીજા દિવસે સાઈના નેહવાલ, લક્ષ્ય સેન અને એચએસ પ્રણાય બીજા રાઉન્ડમાં પહોંચી ગયાં છે. સાઈના ચેક રિપબ્લિકની ટેરેજા સ્વાબિકોવા રિટાયર હર્ટ થતાં બીજા રાઉન્ડમાં પહોંચી છે.

સિંધુ પણ બીજા રાઉન્ડમાં પહોંચી
સ્ટાર ખેલાડી પીવી સિંધુએ પણ પોતાની મેચ જીતી અને એ પણ ઈન્ડિયા ઓપન બેડમિન્ટનના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. બે વખત ઓલિમ્પિક મેડલ જીતનાર સિંધુએ હમવતન શ્રીકૃષ્ણા પ્રિયાને સીધે સેટોમાં 21-5, 21-16થી હરાવી હતી. સિંધુની આ મેચ 27 મિનિટ સુધી ચાલી હતી.

અન્ય સમાચારો પણ છે...