• Home
 • Sports
 • Cricket1
 • Karthik is a good finisher and that's why has got a place in the World Cup squad: Kohli

ક્રિકેટ / કાર્તિક સારો ફિનિશર હોવાથી તેને વર્લ્ડકપની ટીમમાં સ્થાન મળ્યું છે: કોહલી

divyabhaskar.com

May 15, 2019, 06:10 PM IST
Karthik is a good finisher and that's why has got a place in the World Cup squad: Kohli

 • કોહલીએ કહ્યું કે કાર્તિક અનુભવી છે, દબાણની સ્થિતિમાં ધૈર્ય જાણવી રાખે છે 
 • ઇંગ્લેન્ડમાં 30 મેથી વર્લ્ડકપ શરૂ, ભારતની પહેલી મેચ 5 જૂને દક્ષિણ આફ્રિકા સામે

સ્પોર્ટ્સ ડેસ્ક: બીસીસીઆઈની ચયન સમિતિએ 15 એપ્રિલના રોજ વર્લ્ડકપ માટે 15 સદસ્યની ટીમ જાહેર કરી હતી. સમિતિએ આ ટીમમાં બીજા વિકેટકીપર તરીકે ઋષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન આપ્યું હતું. તે સમયે ઘણા ક્રિકેટ ચાહકોએ પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. હવે ટીમના કપ્તાન વિરાટ કોહલીએ કાર્તિકની પસંદગીનું કારણ આપતા કહ્યું હતું કે એક ફિનિશર તરીકે કાર્તિકે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેના લીધે જ તેને ટીમમાં જગ્યા મળી છે.

ધોનીની ગેરહાજરીમાં કાર્તિક વિકેટ પાછળ મહત્વની ભૂમિકા ભજવી શકે છે: કોહલી

 • વિરાટે કહ્યું કે, દિનેશ કાર્તિક પાસે અનુભવ છે. ભગવાન ન કરે પણ જો ધોની કોઈ મેચ માટે ગેરહાજર રહે તો કાર્તિક મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તે દબાણની સ્થિતિમાં ધૈર્ય જાણવી રાખે છે અને મેચને સારી રીતે ફિનિશ કરતા જાણે છે. તેથી તે પંતની જગ્યાએ પસંદગી પામ્યો હતો.
 • જોકે આઇપીએલમાં ઋષભ પંતનું પ્રદર્શન સારું રહ્યું હતું. તેણે 16 મેચમાં 37.53ની એવરેજથી 488 રન બનાવ્યા હતા. જયારે નાઈટ રાઈડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે 14 મેચમાં 31.62ની એવરેજથી 253 રન બનાવ્યા હતા.
 • બધા ક્રિકેટ બોર્ડ 23 મે સુધી પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે. ક્રિકેટ પંડિતોનું માનવું છે કે 21 વર્ષીય પંતને 30 મેથી શરૂ થતા વર્લ્ડકપમાં પંતને હવે તક મળશે નહીં.
X
Karthik is a good finisher and that's why has got a place in the World Cup squad: Kohli
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી