ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ-2022નો પ્રથમ ગોલ્ડ મેડલ મહારાષ્ટ્રની કાજોલ સરગરના નામે રહ્યો. મહારાષ્ટ્ર ગત 2 યૂથ ગેમ્સના ટોપ પર રહ્યું છે. વેઈટલિફ્ટર કાજોલ માટે આ મેડલ ઘણો ખાસ રહ્યો છે, 3 વર્ષ અગાઉ સુધી તે કોઈપણ રમત સાથે જોડાયેલી નહોતી. તેણે પોતાના ભાઈ સંકેતને જોઈ વેઈટલિફ્ટિંગની ટ્રેનિંગ શરૂ કરી હતી. હવે તેણે ગોલ્ડ મેડલ જીત્યો છે. પિતા ચાની નાની દુકાન ચલાવે છે. પરિવારના સપોર્ટના દમ પર જ મેડલ જીતી શકી છે.
સાંગલીની રહેવાસી 16 વર્ષીય કાજોલનું સ્વપ્ન છે, તે પોતાની રેન્કિંગમાં સુધાર કરે દેશની ટોચની વેઈટલિફ્ટરમાં સ્થાન મેળવે. તેણે સાંગલીની જ રુપા હંગાંડીને યૂથ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતતા જોઈ હતી. કાજોલે કહ્યું કે,”મારો ભાઈ મારાથી 5 વર્ષ મોટો છે. હું 3 વર્ષ પહેલા તો કોઈ રમત સાથે જોડાવવા અંગે વિચાર્યું પણ નહોતું. કાજોલના કોચ મયૂર સિસહાને પાસે ટ્રેનિંગ મેળવી છે.” તેણે 40 કિ.ગ્રા.માં 113 કિલોગ્રામ વજન ઊંચકી ગોલ્ડ મેડલ જીત્યો હતો.
કાજોલે ત્રીજા પ્રયાસમાં સ્નેચમાં માત્ર 50 કિલોગ્રામ વજન ઊંચક્યું તે આસામની ગુંગલી કરતા પાછળ હતી. તેણે ક્લિન એન્ડ જર્કમાં 2 કિલો વધુ વજન ઊંચકવાની જરૂર હતી. મહારાષ્ટ્રની કાજોલે 60 અને 63 કિલોગ્રામ ક્લિન એન્ડ જર્કમાં વજન ઊંચકતા ટોપ પર રહી. રેખામોની ત્રીજા સ્થાને સરકી હતી, અરુણાચલની ગુંગલીએ સિલ્વર મેડલ જીત્યો.
ઈજાને કારણે 2 મહિનાથી રમતથી દૂર હતી, મેડલ ખાસ
કાજોલે યૂથ નેશનલ ગેમ્સ 2021માં બ્રોન્ઝ જીત્યો હતો. પટિયાલામાં યોજાયેલ ગેમ્સમાં તેને કાંડામાં ઈજા થઈ હતી. તેણે કહ્યું કે,‘મારો પ્રયાસ હતો કે હું પોતાની ટ્રેનિંગમાં 70 કિ.ગ્રા. વજન ઊંચકી શકું, પરંતુ તે સમયે જ ઈજા થઈ હતી. મારે 2 મહિના રમતથી દૂર રહેવું પડ્યું. મે ભુવનેશ્વરમાં યોજાયેલી નેશનલમાં ન રમવાનો નિર્ણય લીધો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.