તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Jwala Gutta And Vishnu Vishal Give Good News To Fans, Announce Wedding Date On Social Media

લાઈફ-લોન્ગ ઇનિંગ્સ:જ્વાલા ગટ્ટા અને વિષ્ણુ વિશાલે આપી ફેન્સને ગુડ ન્યૂઝ, સોશિયલ મીડિયા પર જાહેર કરી લગ્નની તારીખ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જ્વાલા અને વિષ્ણુ ફેન્સમાં પોતાની રોમેન્ટિક કેમિસ્ટ્રી માટે જાણીતા છે. - Divya Bhaskar
જ્વાલા અને વિષ્ણુ ફેન્સમાં પોતાની રોમેન્ટિક કેમિસ્ટ્રી માટે જાણીતા છે.

બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગટ્ટા અને એક્ટર વિષ્ણુ વિશાલે પોતાના ફેન્સને ગુડ ન્યૂઝ આપી છે. લવ બર્ડ્સે રોમેન્ટિક પોસ્ટ દ્વારા લગ્નની તારીખ જાહેર કરી છે. લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહેલા આ કપલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર જણાવ્યું કે, 22 એપ્રિલે બંને હંમેશા માટે એકબીજાના થઈ જશે.

2020માં રિલેશન જાહેર કર્યું હતું
જ્વાલાએ વર્ષ 2020માં તેના અને વિષ્ણુ વિશાલનું રિલેશન જાહેર કર્યું હતું. ત્યારે જ્વાલાએ સોશિયલ મીડિયા પર વિષ્ણુ સાથે રોમેન્ટિક તસવીર શેર કરીને લખ્યું હતું કે, તમને સૌને અમારા તરફથી નવા વર્ષની શુભકામના. તે પછી સપ્ટેમ્બર 2020માં વિષ્ણુએ તેની અને જ્વાલાની તસવીર પોસ્ટ કરીને રિલેશનને એકદમ ઓફિશિયલ સ્ટેટસ આપી દીધું હતું.

લવબર્ડ્સ જ્વાલા અને વિષ્ણુ.
લવબર્ડ્સ જ્વાલા અને વિષ્ણુ.

સગાઈ વખતે કરી હતી આવી પોસ્ટ
વિષ્ણુએ જ્વાલાને રિંગ પહેરાવતો ફોટો પણ શેર કર્યો હતો. અભિનેતાએ લખ્યું હતું, "હેપ્પી બર્થડે જ્વાલા ગટ્ટા. જીવનની નવી શરૂઆત પોઝિટિવ રહે અને સારા ભવિષ્ય માટે આપણા એકથઈને કામ કરીએ. આયર્ન, અમારી ફેમિલી, ફ્રેન્ડ્સ અને જે લોકો પણ આસપાસ છે, તેમના બધાનો પ્રેમ અને આશીર્વાદ અમારી સાથે રહે.

લવ બેકગ્રાઉન્ડ
ઉલ્લેખનીય છે કે વિષ્ણુ વિનોદ તમિલ એક્ટર છે. તેણે પોતાના કરિયરની શરૂઆત 2009માં કરી હતી. વિષ્ણુના 2011માં રજની નટરાજન સાથે લગ્ન થયા છે, પરંતુ પછીથી બંને મતભેદના કારણે અલગ થઈ ગયા હતા. જ્યારે, જ્વાલા ગટ્ટાના લગ્ન બેડમિન્ટન ખેલાડી ચેતન આનંદ સાથે થયા હતા પરંતુ તેમની લવ લાઈફ પણ લાંબી ચાલી નહોતી.

અન્ય સમાચારો પણ છે...