તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Juventus Fc Footballers, Including Ronaldo Give Rs 753 Crore, Ex cricketer Gambhir And Sports Minister Rijiju Donate 1 1 Crore

કોરોનાથી બચવા માટે દાન:રોનાલ્ડો સહિત સાથી ફૂટબોલર્સે પગારના 753 કરોડ રૂપિયા આપ્યા, પૂર્વ ક્રિકેટર ગંભીર અને રમત મંત્રી રિજિજૂએ 1-1 કરોડ ડોનેટ કર્યા

Ahmedabadએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ક્લબ માટે આગામી ત્રણ મહિનાનો પગાર 10 મિલિયન યુરો (લગભગ 84 કરોડ) છોડી દીધો
  • બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન્ડિયા (બીસીસીઆઈ) એ 51 કરોડ અને અજિંક્ય રહાણેને 10 લાખ રૂપિયાનું દાન કર્યું

સ્પોર્ટ્સ ડેસ્ક: દુનિયાભરના સ્પોર્ટ્સસ્ટાર 195 દેશમાં કોરોનાવાઈરસનો સામનો કરી રહેલા લોકોની મદદ માટે આગળ આવ્યા છે. ઇટાલીના ફૂટબોલ ક્લબ યુવેન્ટસ તરફથી રમતા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, કોચ મોરિઝિયો સારી અને અન્ય ખેલાડીઓએ ક્લબને મદદ કરવા માટે 100 મિલિયન યુરો (લગભગ 753 કરોડ રૂપિયા) આપ્યા છે. તે જ સમયે, ભારતમાં બીસીસીઆઈએ 51 કરોડ રૂપિયા ડોનેટ કર્યા છે. જ્યારે ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને રમત પ્રધાન કિરણ રિજિજુએ 1-1 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. જ્યારે અજિંક્ય રહાણેએ 10 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે.
રવિવાર સવાર સુધીમાં કોરોનાવાઈરસને કારણે 30,873 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 6 લાખ 63 હજાર 541 ચેપગ્રસ્ત હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. યુરોપમાં મોતનો આંક 20 હજારને વટાવી ગયો છે. તે જ સમયે ભારતમાં ચેપના 1029 કેસ નોંધાયા છે. તેમાંથી 24 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ગંભીર ગરીબોને મફતમાં ખાવાનું આપી રહ્યો છે
ભાજપના સાંસદ ગંભીરે પીએમ ફંડમાં 1 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. તે સાથે એક મહિનાનો પગાર પણ દાનમાં આપ્યો. ગંભીરની સામાજિક સંસ્થા ગરીબોને મફતમાં ખવડાવી રહી છે. રમત પ્રધાન રિજિજુએ ટ્વિટ કર્યું હતું કે હું સાંસદ ભંડોળમાંથી એક કરોડ રૂપિયા પીએમ ફંડમાં 1 કરોડ રૂપિયા ડોનેટ કર્યા છે. પીએમે ભાજપના તમામ સાંસદોને એક-એક કરોડ રૂપિયા આપવાની અપીલ કરી છે.

કોરોનાથી ઇટલીમાં 10 હજારથી વધુના મોત થયા
રોનાલ્ડોએ આગામી ત્રણ મહિનાનો પગાર 10 મિલિયન યુરો (લગભગ 84 કરોડ રૂપિયા) ક્લબને આપી દીધો છે. તાજેતરમાં ડેનિયલ રુગાની, બ્લેજ મતુડી અને પાઓલો દિબાલા કોરોના પોઝિટિવ થયા હતા. દિબાલા સ્વસ્થ થઈ ગયો છે, જ્યારે અન્ય બે ખેલાડીઓ ક્વોરેન્ટાઇન છે. ઇટલીમાં લગભગ 1 લાખ લોકો કોરોના સંક્રમિત છે. જેમાં 10 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...