તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Juventus Could Make A Record Rs 3,400 Crore Deal With Mbabane Next Year, PSG Bought Neymar In 2017 For Rs 3,100 Crore

ફૂટબોલ:યુવેન્ટસ આવતા વર્ષે એમબાપે સાથે 3400 કરોડની વિક્રમી ડીલ કરી શકે છે, PSGએ નેમારને 2017માં 3100 કરોડમાં ખરીદયો હતો

પેરિસ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવેન્ટસ 1 રોનાલ્ડોને 2018માં પોતાની સાથે સામેલ કરી ચૂકી છે

ઈટાલીની ફૂટબોલ ક્લબ યુવેન્ટસ ફ્રાન્સના સુપરસ્ટાર ખેલાડી કેલિયન એમબાપેને પોતાની સાથે લેવા માગે છે. તેના માટે તે 400 મિલિયન યુરો (લગભગ રૂ.3440 કરોડ) સુધીનો ખર્ચ કરવા તૈયાર છે. જો આ ડીલ થઈ ગઈ તો તે ફૂટબોલ દુનિયાની સૌથી મોટી ડીલ હશે. જોકે, આ સિઝનની ટ્રાન્સફર વિન્ડો બંધ થઈ ચૂકી છે. એટલે યુવેન્ટસ આવતી સિઝનમાં એમબાપેને ખરીદવાની તૈયારી કરી રહી છે. 21 વર્ષનો એમબાપે અત્યારે ફ્રેન્ચ ક્લબ પેરિસ સેન્ટ જર્મેન (પીએસજી) તરફથી રમે છે. તે દુનિયાનો મોસ્ટ વેલ્યુએબલ ખેલાડી છે.

યુવેન્ટસે 2018માં દુનિયાના સર્વશ્રેષ્ઠ ફૂટબોલરોમાંના એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને 100 મિલિયન યુરો (લગભગ રૂ.860 કરોડ)માં ખરીદયો હતો. આવતા વર્ષે રોનાલ્ડો 36 વર્ષનો થઈ જશે અને તેનો યુવેન્ટસ સાથે એક વર્ષનો જ કરાર બાકી રહેસે. એમબાપેએ 2018ની વર્લ્ડ કપ ફાઈનલમાં ગોલ કર્યો હતો. તે ફાઈનલમાં ગોલ કરનારો બીજો સૌથી નાની વયનો ખેલાડી બન્યો હતો.

ફૂટબોલની સૌથી મોંઘી ડીલ(ટોપ-5)

ખેલાડીક્લબરકમ કરોડ રૂપિયામાં
નેમારપીએસજી3100
એમબાપેપીએસજી1500
ફિલિપ કોટિન્હોબાર્સિલોના1375
જોઆઓ ફેલિક્સએટલેટિકો મેડ્રિડ1080
એન્ટોની ગ્રીઝમેનબાર્સિલોના1030

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો