• Gujarati News
  • Sports
  • Just 2 Points Behind Pakistan's Number One Batsman Babar, Played A Blistering Innings Of 76 Runs Against The West Indies.

સૂર્યકુમાર ટી-20 રેન્કિંગમાં નંબર 2:નંબર વન પાકિસ્તાની બેટર બાબરથી માત્ર 2 પોઈન્ટ પાછળ, વેસ્ટઈન્ડિઝ સામે રમી હતી 76 રનની ધમાકેદાર ઈનિંગ

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતના સૂર્યકુમાર યાદવ બુધવારે બેટ્સમેનની ટી-20 રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. આ પહેલા તે 5માં નંબરે હતો. તે ટી-20ના નંબર વન બેટ્સમેન પાકિસ્તાનના બાબર આઝમથી માત્ર 2 પોઈન્ટ્સ જ પાછળ છે.

સૂર્યકુમારે મંગળવારે જ વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ ત્રીજી ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 44 બોલમાં 76 રનની ઈનિંગ રમી હતી. વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ બીજી ટી-20માં સૂર્યકુમારને પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર મળ્યો હતો.

હાલ સૂર્યકુમારનું બેટ બોલે છે

  • સૂર્યકુમારે હાલ 816 પોઈન્ટ છે. તે વિન્ડિઝ વિરૂદ્ધ પાંચ ટી-20 મેચની સીરીઝની ત્રણ મેચમાં 111 રન બનાવી ચુક્યો છે.
  • રેન્કિંગમાં વેસ્ટઈન્ડિઝના બેટ્સમેન બ્રેન્ડન કિંગ, ઈંગ્લેન્ડના જૉની બેયરસ્ટોને ઘણો ફાયદો થયો છે. ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત રેન્કિંગમાં 66માં નંબરે છે.
  • ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સીરીઝમાં 8 વિકેટ લેનાર દક્ષિણ આફ્રિકાનો સ્પિનર તબરેઝ શમ્સીએ ટી-20 બોલર્સના રેન્કિંગમાં બઢત મેળવી અને બીજા સ્થાને પહોંચી ગયો છે. તેને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પોતાના પ્રભાવશાળી પ્રદર્શનના કારણે 19 રેટિંગ પોઈન્ટ મેળવ્યા છે.
  • શમ્સી ગત વર્ષે એપ્રિલથી ઓક્ટોબર સુધીના સમયગાળા માટે ટોચના સ્થાને હતો, હવે તે જોશ હેઝલવુડથી પાછળ છે, જે 792 રેટિંગની સાથે ટોપ પર છે.

કોના કોના રેન્કમાં થયો ફેરફાર
વેસ્ટઈન્ડિઝના સ્પિનર અકિલા હુસૈન છઠ્ઠા સ્થાને, ઈંગ્લેન્ડના ક્રિસ જોર્ડન 16માં, ન્યૂઝીલેન્ડનો સ્પિનર મિશેલ સેંટનર 17માં અને ઈશ સોઢી 19માં સ્થાને પહોંચ્યો છે. વનડે રેન્કિંગમાં ભારતના ઓપનર બેટ્સમેન શિખર ધવન વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ છેલ્લી મેચમાં હાફ સેન્ચુરી ફટકાર્યા બાદ એક રેન્ક ઉપર પહોંચીને 12માં સ્થાને પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...