તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓસ્ટ્રેલિયન ઓપન બીજા સપ્તાહમાં પહોંચી છે. ટૂર્નામેન્ટથી પહેલા મહિલા સિંગલ્સની 26 ખેલાડીને 14 દિવસના હાર્ડ ક્વોરેન્ટાઈનમાંથી પસાર થવું પડ્યું હતું. હાર્ડ ક્વોરેન્ટાઈનમાં પ્રેક્ટિસની પણ મંજુરી ન હતી. પરિણામે પૂર્વ ચેમ્પિયન વિક્ટોરિયા અઝારેન્કા અને એન્જેલિક કેર્બર પ્રથમ રાઉન્ડમાં જ હારી ગઈ. બીજી ખેલાડી પણ ત્રીજા રાઉન્ડ સુધીમાં બહાર થઈ ગઈ હતી.
હાર્ડ ક્વોરેન્ટાઈનને કારણે માત્ર એક જ ખેલાડી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે - જેનિફર બ્રેડી. 22મી ક્રમાંકિત બ્રેડીએ પ્રથમ રાઉન્ડમાં અલિયોના બોલસોવાને 6-1, 6-3, બીજા રાઉન્ડમાં મેડિસન બ્રેન્ગલને 6-1, 6-2, ત્રીજા રાઉન્ડમાં કાજા જુવાનને 6-1, 6-3 અને ચોથા રાઉન્ડમાં વેકિચને 6-1, 7-5થી હરાવી હતી. અમેરિકાની બ્રેડીએ કહ્યું, ‘પહેલા થોડી ચિંતિત થઈ, પરંતુ મેં વિચાર્યું કે, ઠીક છે, ઈટ્સ ઓકે. રૂમમાં 14 દિવસ રહેવાની મુશ્કેલી દુનિયાભરમાં છે. ગ્રાન્ડ સ્લેમની તૈયારી માટે આ ઉચિત ન હતું, પરંતુ છતાં 8 દિવસનો સમય મળ્યો હતો’. ક્વોરેન્ટાઈન દરમિયાન બ્રેડી સામાન્યથી વધુ ઊંઘતી હતી. સવારે 11 કલાકે જાગતી હતી. દિવસમાં બે વખત વર્ક-આઉટ કરતી હતી.
બ્રેડીના કોચ માઈકલ ગેસરરે કહ્યું કે, માઈન્ટ સેટ સૌથી મહત્ત્વનો છે. અમે ફરિયાદ કરતા ન હતા. લૉકડાઉન પછી બ્રેડીના પ્રદર્શનમાં ઘણું પરિવર્તન આવ્યું છે. ઓગસ્ટમાં તેણે ટોપ સીડ ઓપનના સ્વરૂપમાં પોતાનું પ્રથમ ડબલ્યુટીએ ટાઈટલ જીત્યું હતું. યુએસ ઓપનમાં સેમિફાઈનલ સુધી પહોંચી હતી. તે અગાઉ ક્યારેય ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઈનલમાં પણ પહોંચી નથી. બ્રેડીએ કહ્યું કે, ક્વોરેન્ટાઈન પછી હું માનસિક અને શારિરીક રીતે ઘણી ફ્રેશ હતી.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.