તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Jehan Daruwala Becomes First Indian Driver To Win Formula 2 Race, Says Hard Work Can Challenge European Drivers

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાખિર ગ્રાં પ્રી:ફોર્મ્યુલા-2 રેસ જીતનાર પ્રથમ ભારતીય ડ્રાઈવર બન્યા જેહાન દારૂવાલા, કહ્યુ- સખત મહેનતથી યુરોપિયન ડ્રાઈવર્સને પડકાર આપી શકીએ છીએ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાખિર ગ્રાં પ્રીમાં જેહાન દારૂવાલા પ્રથમ સ્થાને રહ્યા. જ્યારે શુનોડા બીજા અને ડેનિયલ ટિકટુમ ત્રીજા સ્થાને રહ્યા. - Divya Bhaskar
સાખિર ગ્રાં પ્રીમાં જેહાન દારૂવાલા પ્રથમ સ્થાને રહ્યા. જ્યારે શુનોડા બીજા અને ડેનિયલ ટિકટુમ ત્રીજા સ્થાને રહ્યા.

ભારતના ફોર્મ્યુલા રેસ ડ્રાઈવર જેહાન દારૂવાલાએ રવિવારે સાખિર ગ્રાં પ્રીમાં ફોર્મ્યુલા-2 રેસ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ રેસ જીતનાર તે ભારતનો પ્રથમ ફોર્મ્યુલા ડ્રાઈવર છે. આ રેસમાં ફોર્મ્યુલા -2 ચેમ્પિયન મિક શૂમાકર અને ડેનિયલ ટિકટુમ પણ સામેલ હતા. દારૂવાલાના રેડ બુલ જુનિયર ટીમ સાથી યુકી શુનોડા બીજા સ્થાને રહ્યા. તે દારૂવાલાથી 3.5 સેકન્ડ પાછળ રહ્યા. ટિકટુમ ત્રીજા સ્થાને રહ્યા.

શરૂઆતમાં દારૂવાલા પાછળ રહ્યા હતા
શરૂઆતમાં દારૂવાલા ત્રીજા સ્થાને હતા. ત્યારે ટિકટુમ પ્રથમ સ્થાને અને શૂમાકર બીજા સ્થાને હતા. તે અમુક રાઉન્ડ પછી શૂમાકરને પાછળ છોડીને બીજા સ્થાને આવ્યા અને 10મા રાઉન્ડમાં ટિકટુમને પાછળ છોડીને પ્રથમ સ્થાન પર આવી ગયા અને રેસ સમાપ્ત થઇ ત્યાં સુધી પ્રથમ ક્રમ જાળવી રાખ્યો.

દારૂવાલાએ કહ્યુ- ભારતમાં મોટર સ્પોર્ટ્સને પસંદ કરનાર લોકોની સંખ્યા ઘણી છે
રેસ જીત્યા પછી દારૂવાલાએ કહ્યુ- "ભારતમાં મોટર સ્પોર્ટ્સ લોકપ્રિય છે. ઘણા બધા લોકોને આમાં રસ છે. મારો એકમાત્ર લક્ષ્ય હતો કે હું પોતાને સાબિત કરું. જોકે, અમારી પાસે યુરોપના ડ્રાઈવર્સ જેવી સારી સુવિધા નથી. પરંતુ, જો તમે સખત મહેનત કરો છો તો તેમને પડકાર આપી શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો