તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Italy Vs England Euro Cup Final Latest Photos | Euro Cup Final Latest Photos Italy Beat England Harry Kane Wife Leonardo Bonucci Italian Fans Celebration

યુરો કપની રોમાંચક 'ફાઇનલ' તસવીરોમાં:ઈટાલીની ટીમે 53 વર્ષ પછી યુરો કપ જીત્યો, ઇંગ્લેન્ડના કેપ્ટનની પત્ની ચોધાર આંસુએ રડવા લાગી; ઈટાલીની જીતનો ઉત્સવ લંડનથી રોમ સુધી

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈટાલી અને ઇંગ્લેન્ડ વચ્ચે લંડનના વેમ્બલે સ્ટેડિયમમાં યુરો કપ 2020ની ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં ઈટાલીએ પેનલ્ટી શૂટઆઉટમાં મેચ જીતીને બીજીવાર ટાઇટલ જીત્યો છે, જ્યારે પહેલીવાર ટૂર્નામેન્ટ જીતવાની ઇચ્છાએ ઊતરેલી ઇંગ્લેન્ડની ટીમનું સપનું તૂટ્યું હતું. આની સાથે સ્ટેડિયમની અંદર અને બહાર નિરાશા છવાઈ ગઈ હતી.

મેચ પછી ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી કેનની પત્ની કેટી ગુડલેડ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી હતી. તે પતિને ભેટીને રડવા લાગી હતી. મેદાનમાં સ્ટાર ખેલાડી સ્ટર્લિંગ સહિત અન્ય ખેલાડીઓ પણ રડવા લાગ્યા હતા.

હેરી કેનની પત્ની કેટી ગુડલેડ ઇંગ્લેન્ડની હાર પચાવી શકી નહોતી.

ઈટાલીની ટીમ 53 વર્ષ પછી યુરો કપ ચેમ્પિયન બની. છેલ્લી વાર 1968માં તેણે ટાઇટલ જીત્યો હતો.

કેનેડાના ટોરન્ટો શહેરમાં ઈટાલીની જીતનો ઉત્સવ મનાવાયો હતો.

ઈટાલીની રાજધાની રોમમાં પણ આખી રાત ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

સ્ટેડિયમની બહાર ઇંગ્લિશ ફેન નિરાશ જોવા મળ્યા હતા.

સ્ટેડિયમ બહાર ઈટાલી ફેન્સ પુરજોશમાં જોવા મળ્યા હતા.

લંડનના વેમ્બલે સ્ટેડિયમમાં મેચ જોયા પછી ઇંગ્લિશ ફેન્સની પ્રતિક્રિયા કંઈક આવી હતી.

ઇંગ્લેન્ડના ખેલાડી જુડે બેલિંઘમ મેદાન પર નિરાશ જોવા મળ્યો હતો. મેચ 1-1થી બરાબર હતી, પરંતુ પેનલ્ટી શૂટઆઉટમાં ઇંગ્લેન્ડ હારી ગયું હતું.

પેનલ્ટી શૂટઆઉટમાં ઇંગ્લેન્ડના બુકાયો સાકા ગોલ કરતા ચૂકી ગયો હતો.

યુરો કપ ફાઇનલ જોવા માટે દિવ્યાંગ દર્શકો માટે ખાસ ગેટની વ્યવસ્થા કરાઈ હતી.

ઈટાલીના લિયોનાર્ડો બનુચીએ મેચની 67મી મિનિટમાં ગોલ કર્યો હતો. તે યુરો કપમાં ફાઇનલમાં ગોલ કરનાર સૌથી ઉંમરલાયક ખેલાડી બની ગયો છે. તેની ઉંમર 34 વર્ષ 71 દિવસ છે.

ઈટાલીના ખેલાડીઓ ટ્રોફી સાથે ઉજવણી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...