તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Ishant Did Not Get A Place In The Playing XI Of The Fourth Test On His Birthday, Could Not Take A Single Wicket In Leeds

ઈશાંતને 'વિરાટ' ફટકો:બર્થ ડે પર જ ઈશાંતને ચોથી ટેસ્ટની પ્લેઇંગ-11માં સ્થાન ન મળ્યું, લીડ્સમાં એકપણ વિકેટ લઈ શક્યો નહતો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઈશાંત શર્માની ફાઇલ તસવીર - Divya Bhaskar
ઈશાંત શર્માની ફાઇલ તસવીર
  • ઈન્ટરનેશનલ કરિયર દરમિયાન ઈશાંત શર્માએ 104 ટેસ્ટ મેચમાં કુલ 311 વિકેટ લીધી છે

ઈન્ડિયન ટીમના દિગ્ગજ ફાસ્ટ બોલર ઈશાંત શર્માનો આજે (2 સપ્ટેમ્બર) 33મો જન્મ દિવસ છે. તેવામાં ઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડની ચોથી ટેસ્ટ મેચ પણ આજથી શરૂ થઈ હતી, જેની પ્લેઇંગ-11માં ઈશાંત શર્માને તક ન મળતા તેને ફટકો જન્મદિવસે જ ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે લીડ્સમાં ઈન્ડિયન ટીમ એક ઈનિંગ અને 76 રનથી હારી ગયું હોવાથી વિરાટ કોહલીએ આ મેચમાં ઘણા ફેરફાર કર્યા છે. વળી ઈશાંતે લીડ્સની ટેસ્ટ મેચમાં એકપણ વિકેટ નહોતી લીધી. પરંતુ એને અર્થ એમ નથી કે આ 33 વર્ષીય ફાસ્ટ બોલરની બોલિંગમાં હવે પહેલા જેવી ધાર નથી રહી.

ઈશાંત શર્માએ સ્કૂલ ટાઇમથી જ પ્રોફેશનલ ક્રિકેટર બનવાના પ્રયાસો હાથ ધરી દીધા હતા. એટલું જ નહીં ઈશાંત શર્મા પોતાની ફાસ્ટ બોલિંગની સાથે લાંબા વાળને કારણે પણ અવાર-નવાર ચર્ચામાં રહેતો હતો. તેને પોતાની હેર સ્ટાઇલના કારણે સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપાલ દ્વારા પણ વઢ ખાવી પડી હતી. તો ચલો આપણે આ દિગ્ગજ ફાસ્ટ બોલરની કારકિર્દીની સફર અંગે માહિતી મેળવીએ.....

ઈશાંત શર્મા 18 વર્ષનો હતો ત્યારે જ તેને દક્ષિણ આફ્રિકા ટૂરમાં સિલેક્ટ કરાયો હતો, ટેકનિકલ ખામીને કારણે જઈ શક્યો નહતો
ઈશાંત શર્મા 18 વર્ષનો હતો ત્યારે જ તેને દક્ષિણ આફ્રિકા ટૂરમાં સિલેક્ટ કરાયો હતો, ટેકનિકલ ખામીને કારણે જઈ શક્યો નહતો

રણજીથી ઈન્ટરનેશનલ ટીમ સુધીની સફર
ઈશાંતની ક્રિકેટમાં કારકિર્દી અંગે વાત કરીએ તો તેણે પહેલીવાર દિલ્હી રણજી ટીમમાં બોલિંગ કરી હતી, મીડિયા રિપોર્ટ્સના આધારે તે સમયે ઈશાંતની બોલિંગ સ્ટાઇલ જોઇને સિલેક્ટર્સને શ્રીનાથની યાદ આવી ગઈ હતી. જ્યારે ઈશાંત શર્મા 18 વર્ષનો હતો ત્યારે જ તેને દક્ષિણ આફ્રિકા ટૂરમાં સિલેક્ટ કરાયો હતો, પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર તે ટૂર પર જઈ શક્યો નહતો. ત્યારપછી તે 2006માં અંડર-19 ટીમ સાથે ઇંગ્લેન્ડ ટૂર અને પછી પાકિસ્તાન ટૂર પર ગયો હતો, જ્યાં ઈશાંતનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું હતું.

2008માં ઈશાંતે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને મુશ્કેલીમાં મૂક્યા
ઓસ્ટ્રેલિયન ટીમ 2008માં ઈન્ડિયા આવી હતી ત્યારે ઈશાંત શર્માએ આક્રમક બોલિંગથી તેમના બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધું હતું. તેણે 2 ટેસ્ટ મેચમાં 16 વિકેટ ઝડપીને મેન ઓફ ધ સિરીઝનું ટાઇટલ પણ પોતાને નામ કર્યું હતું.

IPLમાં ઈશાંત શર્માની ધાક હતી
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ઈશાંત શર્માને 9,50,000 ડોલરમાં ખરીદ્યો હતો, જેના કારણે ઈશાંત શર્મા, એ સમયનો સૌથી મોંઘો બોલર બની ગયો હતો. એટલું જ નહીં ઈશાંતે કમાણીના મુદ્દે શેન વોર્ન, શોએબ અખ્તર અને બ્રેટ લીને પણ પાછળ પાડી દીધા હતા.

ઈશાંતનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદર્શન (આંકડા 2021 સુધીના છે)

  • 2011મા ઈશાંત શર્મા 100 ટેસ્ટ વિકેટ લેનાર 5મો સૌથી યુવા બોલર બની હતો.
  • 28 જૂન 2011એ ઈશાંત શર્માએ પોતાની ટેસ્ટ કારકિર્દીનું બેસ્ટ પ્રદર્શન દાખવ્યું હતું, તેણે વેસ્ટઈન્ડિઝ સામે બ્રિજટાઉન ટેસ્ટની પહેલી ઈનિંગમાં 55 રન આપી 6 વિકેટ લીધી અને બીજી ઈનિંગમાં 53 રન આપી 4 વિકેટ લીધી હતી.
  • ઈશાંત શર્માએ 104 ટેસ્ટ મેચમાં કુલ 311 વિકેટ લીધી છે.
  • વનડે મેચની વાત કરીએ તો ઈશાંતે 80 મેચમાં કુલ 115 વિકેટ લીધી છે.
  • T-20 ફોર્મેટમાં ઈશાંત શર્માએ 14 મેચમાં 8 વિકેટ લીધી છે.
અન્ય સમાચારો પણ છે...