IPLને સમર્થન:IPL દૂધ આપતી ગાય જેવી, અન્ય ફોર્મેટ માટે જરૂરીઃ શાસ્ત્રી

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રવિ શાસ્ત્રીનો અમદાવાદ-બેંગલુરુની ટીમોએ સંપર્ક કર્યો

ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ આઈપીએલનું સમર્થન કરતા કહ્યું કે, તે ભારતીય ક્રિકેટ માટે જરૂરી છે. તેમણે કહ્યું કે,‘લોકો શું વિચારે છે તેની હું ચિંતા કરતો નથી. આઈપીએલ દૂધ આપતી ગાય જેવી છે, જે ક્રિકેટના અન્ય ફોર્મેટનું અસ્તિત્વ ટકાવી રાખવા જરૂરી છે.’

શાસ્ત્રીએ જણાવ્યું કે- તેઓ ભવિષ્યમાં આઈપીએલ ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ કોચની ભૂમિકા ભજવી શકે છે. હાલમાં જ અમદાવાદ અને બેંગલુરુની ફ્રેન્ચાઈઝીઓએ તેમનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન ટી-20 વર્લ્ડ કપ ચાલતો હોવાથી તેમણે જવાબ આપવા સમય માગ્યો હતો.

શાસ્ત્રી લિજેન્ડ લીગ ક્રિકેટના કમિશનર બન્યાઃ ભારતીય ટીમના કોચ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતા જ રવિ શાસ્ત્રી લિજેન્ડ્સ ક્રિકેટ સાથે જોડાયા. અહીં તેમને કમિશનરની ભૂમિકા મળી છે. નિવૃત્તિ લેનાર ખેલાડીઓ માટે આગામી વર્ષે જાન્યુઆરીમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટનું આયોજન કરાશે. શાસ્ત્રીએ કહ્યું કે,‘ક્રિકેટ સાથે જોડાયેલા રહેવાથી સારું લાગે છે. ખાસ તો રમતના દિગ્ગજોની સાથે. જે ચેમ્પિયન રહ્યાં છે. આ લીગ ઘણી રસપ્રદ રહેશે.’

અન્ય સમાચારો પણ છે...