ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આજે મહત્ત્વના મુદ્દાઓ પર એક સ્પેશિયલ જનરલ મીટિંગ બોલાવી હતી. આ મીટિંગમાં બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે આ સીઝનની આઈપીએલની બાકીની 31 મેચ UAEમાં રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બોર્ડે કહ્યું હતું કે UAE તેમના 3 ગ્રાઉન્ડ અબુધાબી, શારજાહ અને દુબઈમાં મેચ રમાડવા માટે ખુશ છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં 31 બાકી મેચ રમાશે, શેડ્યુઅલ હજુ નક્કી નથી. ફાઈનલ 9-10 ઓક્ટોબરે યોજાય તેવી શક્યતા છે.
ટી-20 વર્લ્ડ કપ વિશે 1 જૂને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની મીટિંગ થવાની હતી. BCCI વર્લ્ડ કપને હોસ્ટ કરવા વિશે નિર્ણય લેવા માટે મીટિંગમાં 1 જૂન સુધીનો સમય માંગશે. બોર્ડ વર્લ્ડ કપ વિશે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં ભારતમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા પણ કરશે.
1 જૂને ICCની સાથે BCCIની મીટિંગ થવાની છે
BCCIના એક સૂત્રએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે ટી-20 વર્લ્ડ કપ વિશે 1 જૂને ICCની મીટિંગ થવાની છે. આ સંજોગોમાં SGMનું ઘણું મહત્ત્વ છે. આપણે જોવું પડશે કે ભારતમાં કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેટ એસોસિયેશન વર્લ્ડ કપ કેટલું તૈયાર છે. ઓક્ટોબર-નવેમ્બરમાં હવે વધારે સમય નથી. અમે આ વિશે સ્ટેટ એસોસિયેશન્સના વિચાર જાણીશું.
IPL માંથી T20 વર્લ્ડકપના બાયો બબલમાં ડાયરેક્ટ એન્ટ્રી મળી શકે છે
UAE એક સુરક્ષિત સ્થળ હોવાના લીધે ખેલાડીઓેને ભારત આવીને બાયો બબલમાં એન્ટ્રી કરવામાં મુશ્કેલી નહીં પડે. ખેલાડીઓ IPLના બબલથી ડાયરેક્ટ વર્લ્ડકપના બબલમાં એન્ટ્રી કરી શકશે. જોકે બબલથી બબલ ડાયરેક્ટ એન્ટ્રી વાળા મુદ્દા પર ICCની 1 જૂને યોજાનાર બેઠકમાં નિર્ણય લેવાશે.
UAEમાં IPL સાથે T-20 વર્લ્ડ કપના આયોજન પર વિચાર
કોરોનાના કારણએ IPL સસ્પેન્ડ થવાના કારણે T-20 વર્લ્ડ કપ પર પણ શંકાના વાદળો છે. ICCએ બેકઅપ તરીકે UAEને ઓપ્શનમાં રાખ્યું છે. બોર્ડ જૂન સુધીનો સમય લઈને વિચાર કરી સકે છે કે IPL સાથે T-20 વર્લ્ડ કપ પણ UAE કરવું જોઈએ.
UAEમાં IPL ક્યારે રમાઇ?
આ 3 કારણોસર UAEની તરફેણમાં છે-
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.