• Home
  • Sports
  • Cricket
  • IPL cancellation to BCCI: loss of over Rs 4,000 crore, loss of 2.5 to 4 crore per match to franchisees

ક્રિકેટ પર કોરોનાની અસર / BCCIને IPL રદ્દ થશે તો 4 હજાર કરોડથી વધુનું નુકસાન, ફ્રેન્ચાઇઝીને દરેક મેચમાં 2.5 થી 4 કરોડનું નુકસાન

IPL cancellation to BCCI: loss of over Rs 4,000 crore, loss of 2.5 to 4 crore per match to franchisees
X
IPL cancellation to BCCI: loss of over Rs 4,000 crore, loss of 2.5 to 4 crore per match to franchisees

  • સ્ટારે IPLના બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ 5 વર્ષ માટે 16,347.5 કરોડમાં ખરીદ્યા
  • IPL નહિ થાય તો 8 ટીમોને પોતાના ખેલાડીઓને 680 કરોડ નહિ આપવા પડે

દિવ્ય ભાસ્કર

Mar 21, 2020, 12:08 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: કોરોનાવાયરસને કારણે વિશ્વભરની તમામ ટૂર્નામેન્ટ્સ કાં તો મુલતવી રાખવામાં આવી છે અથવા રદ્દ કરવામાં આવી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ  (IPL)ને પણ 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. જોકે, તે હજુ સુધી નક્કી નથી થયું કે ટૂર્નામેન્ટ રમાશે કે નહીં. BCCI અને IPLની તમામ ફ્રેન્ચાઇઝી હાલમાં 'વેઇટ એન્ડ વોચ' સ્થિતિમાં છે. જો આ વર્ષે IPL કરવામાં નહીં આવે તો BCCIને 4 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થશે. તેને સૌથી વધુ નુકસાન બ્રોડકાસ્ટિંગ રાઇટ્સથી થશે.

બોર્ડને બ્રોડકાસ્ટર તરફથી એક સીઝન માટે 3 હજાર 269 કરોડ રૂપિયા મળે છે

  • એક મેચ માટે 55 કરોડ રૂપિયા મળે છે: સ્ટારે IPLના બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ 5 વર્ષ માટે 16,347.5 કરોડમાં ખરીદ્યા છે. મેચ માટે 55 કરોડ એટલે કે બોલ દીઠ 23.3 લાખ રૂપિયા મળે છે.
  • બ્રોડકાસ્ટર સ્ટારને 3300 કરોડનું નુકસાન: બ્રોડકાસ્ટર સ્ટારને અપેક્ષા હતી કે રૂ. 3300 કરોડના ટીવી ડિજિટલ જાહેરાત આવક પેદા કરશે. તેણે પહેલેથી જ 90% જાહેરાત સ્લોટ વેચી દીધા હતા.
  • ફેસબુક સાથે ડિજિટલ રાઇટ્સ માટે 399 કરોડનો કરાર: BCCIએ ડિજિટલ પ્લેટફોર્મ પર મેચના ટેલિકાસ્ટ માટે ફેસબુક સાથે 399 કરોડનો સોદો કર્યો હતો. જો ટુર્નામેન્ટ યોજાતી નથી, તો બોર્ડને નુકસાન થશે.
  • ખેલાડીઓને લગભગ 680 કરોડનું નુકસાન: ખેલાડીઓને આપવા માટે ફ્રેન્ચાઇઝીને 85 કરોડ મળે છે. જો IPL ન રમાય તો, 8 ટીમોએ ખેલાડીઓને 680 કરોડ ચૂકવવા પડશે નહીં.
  • ફ્રેન્ચાઇઝીઓને 2.5 થી 4 કરોડનું નુકસાન: IPL રદ થતાં ફ્રેન્ચાઇઝી દરેક મેચમાંથી 2.5 થી 4 કરોડનું નુકસાન કરી શકે છે. જર્સીની જાહેરાતથી લઈને હોર્ડિંગ્સ સુુધી ફ્રેેન્ચાઇઝ બધામાં કમાય છે.
  • ટાઈટલ સ્પોન્સર પણ નહીં આપે 439 કરોડ: વીવોએ પાંચ વર્ષ માટે 2 હજાર 199 કરોડમાં IPLની ટાઇટલ સ્પોન્સરશિપ જીતી હતી. એટલે કે, એક સીઝન માટે લગભગ 439 કરોડ રૂપિયા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી