IPL ઓક્શન પછી 14મી સિઝન માટે ટીમોનું લાઈન અપ તૈયાર થઈ ગયું છે. ગુરુવારે થયેલી હરાજીમાં પ્રિટી જિન્ટાની ટીમ પંજાબ કિંગ્સે સૌથી વધુ 9 ખેલાડી ખરીદ્યા. સાથે જ કોલકાતા નાઈટરાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ,રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સે 8-8 ખેલાડીઓ પર બોલી લગાવી. મુંબઈ ઈન્ડિયન્સે 7, ચેન્નઈ સુપરકિંગ્સે 6 અને સનરાઈઝર્સ હૈદરાબાદે સૌથી ઓછા 3 ખેલાડીઓને ખરીદ્યા. જાણીએ કઈ ટીમનું લાઈન અપ કેવું છે..
1. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુઃ બેટિંગ લાઈન અપ ઘણી અટેકિંગ હરાજી પછી RCBની બેટિંગ લાઈન અપ અટેકિંગ થઈ ગઈ છે. કોહલ ઉપરાંત હવે ટીમમાં ગ્લેન મેક્સવેલ અને એબી ડિવિલિયર્સ જેવા ખેલાડી હશે. હવે કેપ્ટન કોહલી પડિક્કલ સાથે ઓપનિંગ કરવા પણ આવી શકે છે. લોઅર ઓર્ડરમાં કાઈલ જેમિસન અને ડેનિયલ ક્રિશ્વિયન જેવા ઓલરાઉન્ડર્સ હશે, જે ટીમને મજબૂત બનાવી શકે છે. યુવા ખેલાડીઓમાં મોહમ્મદ અજહરુદ્દીન ઉપયોગી સાબિત થઈ શકે છે.
2. કોલકાતા નાઈટરાઈડર્સઃ ઓછા પૈસા ખર્ચ કરીને ખરીદો શ્રેષ્ઠ ખેલાડી KKRએ આ ઓક્શનમાં સમજદારી વાળા નિર્ણય કર્યા. રાજસ્થાને જેટલા પૈસા ખર્ચ કરીને ક્રિસ મોરીસને જોડ્યા, તેનાથી લગભગ અડધી રકમમાં KKRએ 8 શાનદાર ખેલાડી ખરીદી લીધા. જેમાં શાકિબ અલ હસન અને બેન કટિંગ જેવા ઓલરાઉન્ડર, કરુણ નાયર જેવા બેટ્સમેન અને હરભજન સિંહ જેવા અનુભવી સ્પિનર સામેલ છે.
3. ચેન્નઈ સુપરકિંગ્સ
ઓફ સ્પિન ઓલરાઉન્ડર પર ભાર મૂક્યો ચેન્નઈ છેલ્લી અમુક સિઝનથી સ્પિનરની પસંદગી કરે છે. આ ઓક્શનમાં પણ આવું જ થયું. હરભજનને રિલીઝ કરતી વખતે જ એવું લાગી રહ્યું હતું કે, ટીમ કોઈ સારા ઓફ સ્પિનરને ખરીદશે. મોઈન અલી અને કૃષ્ણપ્પા ગૌતમ જેવા સારા ઓફ સ્પિનર હવે ટીમનો હિસ્સો છે, જે બેટિંગમાં પણ કામમાં લાગી શકે છે.
4. દિલ્હી કેપિટલ્સઃ
3.2 કરોડમાં કેપ્ટનશીપ કરી ચૂકેલા સ્મિથ અને ઉમેશ યાદવ જેવા બોલર ખરીદ્યા. દિલ્હી માટે આ ઓક્શન શાનદાર રહ્યું. તેમણે 3.2 કરોડ રૂપિયામાં સ્ટીવ સ્મિથ(2.2 કરોડ)ના રૂપમાં એક કેપ્ટન અને ઉમેશ યાદવ(એક કરોડ)ના રૂપમાં એક અનુભવી ફાસ્ટ બોલરને ખરીદ્યો. સ્મિથ નોકઆઉટ રાઉન્ડમાં કેપ્ટન શ્રેયસ અય્યરને આસિસ્ટ પણ કરી શકે છે. ગત વર્ષે IPL ફાઈનલમાં ખામી મળી હતી, જ્યારે મુંબઈએ દિલ્હીને સરળતાથી હરાવી દીધા હતા. સાથે જ ડેથ ઓવર્સમાં ઉમેશ, કાગિસો રબાડા અને એનરિચ નોત્જેની મદદ કરી શકશે.
5. રાજસ્થાન રોયલ્સઃ
મોરિસના આવવાથી ડેથ ઓવર્સમાં બેટ અને બોલ બન્નેથી મદદ મળશે. રાજસ્થાને ક્રિસ મોરિસના રૂપમાં IPL ઈતિહાસનો સૌથી મોંઘો પ્લેયર ખરીદ્યો. તેમને હરાજી પહેલા જોફ્રા આર્ચરના બેકઅપ તરીકે એક ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ જોઈતો હતો. મોરિસ ટીમ માટે ડેથ ઓવર્સમાં બેટ અને બોલ બન્નેમાં હેલ્પફુલ રહેશે. સાથે જ રાહુલ તેવતિયા અને રિયાન પરાગ સાથે શિવમ દુબે પણ લોઅર મિડિલ ઓર્ડરમાં સારા ઓપ્શન બની શકે છે. મુસ્તફિઝુર રહેમાનના આવવાથી ટીમનો બોલિંગ અટેક મજબૂત થયો છે.
6. પંજાબ કિંગ્સ
ફાસ્ટ બોલિંગ પર ભાર આપ્યો, શમીને રિચર્ડસન અને મેરિડિથના રૂપમાં નવા સાથી મળ્યા. પંજાબે હરાજીમાં ફાસ્ટ બોલર્સ પર ધ્યાન આપ્યું. આ હરાજીમાં જે રિચર્ડસન અને રાઈલી મેરિડિથ જેવા ફાસ્ટ બોલર્સ ખરીદ્યા. રિચર્ડસન ઓસ્ટ્રેલિયાની બિગ બૈશ લીગ 2020/21 સિઝનમાં 29 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સ રહ્યાં હતા. પંજાબને ગત વર્ષે મોહમ્મદ શમીના સાથીની અછત સર્જાઈ હતી. જે રિચર્ડસન અને મેરિડિથ પુરી કરી દેશે. બન્ને બોલર્સ 140+ની સ્પીડથી યોર્કર ફેકવામાં માહિર છે.
7. મુંબઈ ઈન્ડિયન્સ
બોલિંગને વધુ મજબૂત કરી ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે બોલિંગ લાઈનઅપને મજબૂત કરવા માટે ભાર આપ્યો. ટીમે આટલા માટે નાથન કૂલ્ટર નાઈલ, એડમ મિલ્ને, જેમ્સ નીશમ અને પીયૂષ ચાવલાને ખરીદ્યા. આશા પ્રમાણે, અર્જૂન તેડુંલકરને મુંબઈએ જ ખરીદ્યો. તે પણ ડાબા હાથના ફાસ્ટ બોલર્સ છે. ટ્રેન્ટ બોલ્ટની હાજરીમાં તેમને તેમની પહેલી સિઝનમાં ઘણું શીખવા મળશે.
8. સનરાઈઝર્સ હૈદરાબાદ
ઓછા સ્લોટના કારણે વધુ ખરીદી નથી કરી હૈદરાબાદ પાસે ઓક્શન પહેલા સૌથી ઓછા 3 સ્લોટ વધ્યા હતા. જો કે, તેમના પર્સમાં 10.75 કરોડ રૂપિયાની ખાસી એવી રકમ બચી હતી.તેમણે ઘણા સારા પ્લેયર્સને ખરીદવાનો પ્રયાસ જરૂર કર્યો, પણ અન્ય ટીમોના વધુ બોલી લગાવવાના કારણે તેઓ ન ખરીદી શક્યા. ટીમને કેદાર જાધવ, મુજીબ ઉર રહેમાન અને જગદીશ સુચિત જેવા ખેલાડીઓથી જ કામ ચલાવવું પડ્યું. મિડલ ઓર્ડરમાં મનીષ પાંડે પર દબાણ થતું હતું. એવામાં કેદાર જાધવ સારા ઓપ્શન સાબિત થઈ શકે છે. ડેવિડ વોર્નર, વિલિયમ્સન, ભુવનેશ્વર કુમાર, મિચેલ માર્શની હાજરીમાં ફ્રેન્ચાઈઝીની કોર ટીમ મજબૂત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.