ચેન્નઈ અને બેંગલુરુ વચ્ચે પુણેમાં રમાતી IPL મેચ દરમિયાન એક રસપ્રદ ઘટના સામે આવી હતી. ચેન્નઈની ઈનિંગ દરમિયાન એક કપલે બધાનું દિલ જીતી લીધું હતું. હકીકતમાં થયું એવું કે એક છોકરીએ મેચ દરમિયાન તેના બોયફ્રેન્ડને ઘૂંટણિયે પડીને પ્રપોઝ કર્યું હતું. છોકરાએ પણ તેની પ્રેમિકાને ગળે લાગીને તેની રિંગ પહેરીને પ્રપોઝલ સ્વીકારી લીધી હતી. ચેન્નઈની ઈનિંગમાં 11મી ઓવરમાં ટીવી સ્ક્રીન પર આ જોડી જોવા મળી હતી.
ત્યાં હાજર દર્શકોએ તાળીઓ વગાડીને આ કપલને શુભેચ્છા પાઠવી હતી. મેદાનમાં મોટી સ્ક્રીન પર આ અનોખી પ્રપોઝલ દર્શાવવામાં આવી હતી. હવે સોશિયલ મીડિયામાં આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું હતું કે મેચ દરમિયાનની આ એક સુંદર પળ છે. છોકરાએ બેંગલુરુ ટીમની જર્સી પહેરી હતી અને છોકરી રેડ ડ્રેસમાં હતી. બંને RCBનાં ફેન હતાં.
ક્રિકેટર્સ પણ કરી ચૂક્યા છે પ્રપોઝ
IPL 2021માં ચેન્નઈ સુપર કિંગ્સમાં ફાસ્ટર બોલર દીપક ચાહરે બિગબોસ ફેસ સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન જયા ભારદ્વાજને પ્રપોઝ કર્યું હતું. તેમણે સ્ટેન્ડ્સમાં બધાની સામે જયાને રિંગ પહેરાવી હતી. દીપક અને જયા ઘણા સમયથી રિલેશનશિપમાં હતાં.
RCBને મેચમાં મળી શાનદાર જીત
IPL 2022ની 49મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 13 રનથી ચેન્નઈ સુપર કિંગ્સને હરાવ્યું છે. CSK પાસે 174 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 160/8નો સ્કોર જ નોંધાવી શકી અને મેચ હારી ગઈ છે. ડેવોન કોનવેએ સૌથી વધુ 56 રન કર્યા હતા. વળી, ચેન્નઈ 7મી મેચ હારી લગભગ પ્લેઓફ રેસની બહાર થઈ ગઈ છે.
સતત ત્રણ હાર પછી બેંગલોરની આ પ્રથમ જીત છે. ટૂર્નામેન્ટમાં અત્યારસુધી RCBએ 11માંથી 6 મેચ જીતી છે અને 5માં હારનો સામનો કર્યો છે. આની સાથે જ ચેન્નઈની 10 મેચમાં આ સાતમી હાર છે. ટીમ માત્ર 3 મેચ જીતી શકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.