તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • IPL 2020: Anti corruption Unit Arrives In Dubai, Counseling Of Players Will Be Done Through Video, Not Physical

IPL 2020:એન્ટિ કરપ્શન યુનિટ દુબઈ પહોંચ્યું, ખેલાડીઓનું કાન્સેલિંગ ફિઝિકલ નહીં વીડિયો માધ્યમથી કરાશે

દુબઈ12 દિવસ પહેલા
ફાઇલ તસવીર.
  • યુવાન ખેલાડીઓ પર વધુ ફોકસ, ઈન્ટિગ્રિટી એજન્સીની પણ મદદ લેશે

આઈપીએલની 13મી સિઝનની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ટૂર્નામેન્ટમાં કોઈ ગરબડ ન થાય, ખેલાડીઓની મદદ માટે બીસીસીઆઈની 8 સભ્યોની એન્ટિ કરપ્શન યુનિટ (એસીયુ) મંગળવારે દુબઈ પહોંચ્યું હતું. અજીત સિંહની આગેવાનીવાળી ટીમ 6 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેશે. ત્યાર પછી કામ શરૂ થશે. આ વખતે ફિઝિકલના સ્થાને વીડિયોના માધ્યમથી ખેલાડીઓનું કાઉન્સેલિંગ કરાશે.

અજીત સિંહે કહ્યું કે, ‘આ વખતે વીડિયો માધ્યમથી કાઉન્સેલિંગ કરાશે. વન-ટૂ-વન નહીં. ગ્રૂપમાં કે ઈન્ડિવિજ્યુઅલ બેઝીસ પર કાઉન્સેલિંગ કરાશે. વારાફરતી ટીમોને બોલાવાશે.’ તેમણે કહ્યું કે, ‘અમે સ્પોર્ટ્સ ઈન્ટિગ્રિટી યુનિટ પણ હાયર કર્યું છે. સટ્ટેબાજી પર નજર રાખવા અને શંકાસ્પદ બાબતોમાં તેની મદદ લઈશું. ખેલાડીઓને સોશિયલ મીડિયા અને વ્હોટ્સએપ પર સટ્ટાખોરોથી કેવી રીતે બચવાનું છે, તે શીખવાડાશે’. રાજસ્થાન પોલીસના પૂર્વ ડીજીપી અજીત સિંહે કહ્યું કે, અત્યાર સુધી અમને કોઈ પણ શંકાસ્પદ માહિતી મળી નથી. જો કંઈ મળે છે તો તેના સંબંધમાં આઈસીસીને પણ જાણ કરાશે. દરેક ટીમ સાથે બે સિક્યોરિટી લાઈઝનિંગ અધિકારી મુકવામાં આવશે.

અનેક ફ્રેન્ચાઈઝી ગવર્નિંગ કાઉન્સિલથી નારાજ, ગાંગુલીને મળવા માગે છે
લીગની ફ્રેન્ચાઈઝી આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલથી નારાજ છે. સાત ટીમે મળીને ખેલાડીઓને લાવવા માટે ઈંગ્લેન્ડથી ચાર્ટર્ડ ફ્લાઈટ કરી છે. જોકે, તેમને અત્યાર સુધી આ અંગે માહિતી અપાઈ નથી કે, ખેલાડીઓએ ક્વોરેન્ટાઈનમાં રહેવાનું છે કે નહીં.

અમારી પાસે અનુભવી અને ક્વોલિટી ખેલાડી, ટાઈટલ જીતી શકે છે : વોટ્સન
ગયા વર્ષની રનરઅપ ચેન્નઈ સુપરકિંગ્સના બેટ્સમેન શેન વોટ્સને દાવો કર્યો કે, ટીમ આ વખતે ચેમ્પિયન બની શકે છે. ટીમ પાસે અનુભવ અને ક્વોલિટી બંને છે. ગયા વર્ષે સૌથી વયોવૃદ્ધ ટીમ હોવા છતાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ટીમ ચેન્નઈ ફાઈનલ સુધી પહોંચી હતી. વોટ્સને કહ્યું કે, ‘એક અનુભવી ટીમ હોવાનો અર્થ છે કે, તમારા ખેલાડી દબાણમાં પણ પોતાની કુશળતાનો ઉપયોગ કરશે. આ જ કારણે અમારું માનવું છે કે, ખેલાડીઓની ક્વોલિટી અને અમારા અનુભવને લીધે અમારી પાસે શાનદાર તક છે.’ તેણે કહ્યું કે, 2018ની સિઝન મારી શ્રેષ્ઠ સિઝનમાંની એક હતી. ફાઈનલ મેચમાં મેં સદી ફટકારી હતી. જોકે, ગયા વર્ષે ચેન્નઈ દરેક રીતે મારી સાથે રહી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રન બનાવતા પહેલા હું જે કોઈ ટીમમાં રહ્યો છું, ત્યાં મને એક-બે ગેમમાં ડ્રોપ કરી દેવાયો છે. જોકે, ચેન્નઈએ મારા પર ભરોસો મુક્યો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો