• Gujarati News
  • Sports
  • Indus Beats Busan For 13th Time In Denmark Open Quarterfinals, Srikkanth Out

બેડમિન્ટન:સિંધુ ડેનમાર્ક ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં, બુસાનને 13મી વખત હરાવી, શ્રીકાંત બહાર

ઓડેન્સેએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બે વખત ઓલિમ્પિક મેડાલિસ્ટ પી.વી.સિંધુએ ડેનમાર્ક ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. મહિલા સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં સિંધુએ ત્રણ ગેમમાં થાઈલેન્ડની ઓ.બુસાનને 21-16, 12-21, 21-15થી પરાજય આપ્યો હતો.

બંને ખેલાડીઓ વચ્ચે એક કલાક 7 મિનિટ સુધી મુકાબલો ચાલ્યો હતો. સિંધુએ બુસાનન સામે 13મી વખત વિજય મેળવ્યો. આ તેની વર્ષની ત્રીજી જીત છે. હવે સિંધુનો ક્વાર્ટર ફાઈનલમાં કોરિયાની એ.એન.સેયોન્ગ સાથે સામનો થશે.

જ્યારે પુરુષ સિંગલ્સમાં શ્રીકાંત કિદાંબીનો પરાજય થયો છે. પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં શ્રીકાંતને દુનિયાના નંબર-1 ખેલાડી કેન્ટો મોમોતાએ સતત ગેમમાં 23-21, 21-9થી પરાજય આપ્યો હતો. બંને વચ્ચે અત્યાર સુધી 16 મેચ રમાઈ ચૂકી છે. જેમાં શ્રીકાંત 13મી વખત હાર્યો છે.

જ્યારે મિક્સ્ડ ડબલ્સ કેટેગરીની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં ભારતીય જોડી કપિલા ધ્રૂવ-સિક્કી રેડ્ડીની જોડીને ચીનના તાંગ ચુન માનો-ત્સે યિંગ સુએતે 21-17, 19-21, 21-11થી પરાજય આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...