તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Indo American Rajiv Wins Men's Doubles Title With Salisbury; In Men's Singles, Medvedev And Djokovic Reached The Final

US ઓપન 2021:ભારતીય મૂળના અમેરિકન પ્લેયર રાજીવે જો સેલિસબરી સાથે જીત્યું મેન્સ ડબલ્સનું ટાઇટલ; સિંગલ્સમાં મેદવેદેવ અને જોકોવિચ ફાઇનલમાં પહોંચ્યા

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
જો સેલિસબરી (ડાબે) અને રાજીવ રામે મેન્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું - Divya Bhaskar
જો સેલિસબરી (ડાબે) અને રાજીવ રામે મેન્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું

US ઓપનના મેન્સ ડબલની ફાઇનલનું ટાઇટલ ભારતીય મૂળના અમેરિકન ખેલાડી રાજીવ રામે તેના બ્રિટિશ પાર્ટનર જો સૈલિસબરી સાથે મળીને જીત્યું હતું. પુરુષોની સિંગલ્સમાં રશિયન ખેલાડી ડેનિયલ મેદવેદેવ અને વર્લ્ડ નંબર-1 નોવાક જોકોવિચે ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

વર્લ્ડ નંબર-4 રાજીવ રામ અને સૈલિસબરીની જોડીએ શુક્રવારે રમાયેલી ફાઇનલમાં બ્રિટનના જેમી મરે અને બ્રાઝીલના બ્રૂનો સોરેસની જોડીને 3-6, 6-2, 6-2થી હરાવી હતી. આ તેમનું બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. આની પહેલા તેમણે ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ પોતાને નામ કર્યું હતું, વળી આ વર્ષે પણ તે ઓસ્ટ્રેલિયન ઓપનના રનર અપ રહ્યા હતા.

મરે અને સોરેસ ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવામાં નિષ્ફળ
વર્લ્ડ નંબર-7 જેમી મરે અને બ્રૂનો સોરેસની જોડીએ પોતાનું ત્રીજુ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી શક્યા નથી. આની પહેલા તેમણે 2016મા US ઓપન અને ઓસ્ટ્રેલિયન ઓપન પર કબજો કરી લીધો હતો. વળી બ્રૂનો સોરેસે ગત વર્ષે મેટ પાવિક સાથે US ઓપનનું મેન્સ ડબલ ટાઇટલ જીત્યું હતું.

ડેનિયલ મેદવેદેવે બીજીવાર US ઓપનની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
ડેનિયલ મેદવેદેવે બીજીવાર US ઓપનની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

ડેનિયલ મેદવેદેવ બીજીવાર US ઓપનની ફાઇનલમાં
વર્લ્ડ-2 રશિયન ખેલાડી ડેનિયલ મેદવેદેવે બીજીવાર US ઓપનની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આની પહેલા તે 2019માં ફાઇનલમાં પહોંચી હતી. જોકે, ત્યારે તેણે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શુક્રવારે મેન્સની રમાયેલી ગેમ પહેલા સેમીફાઇનલમાં તેણે વર્લ્ડ નંબર-12 કેનેડિયન ફેલિક્સ ઓગર-અલિયાસિમને 6-4, 7-5, 6-2થી હરાવ્યો હતો.

શનિવારે US ઓપનની બીજી સેમીફાઇનલમાં નોવાક જોકોવિચે એલેક્ઝેન્ડર જ્વેરેવને 4-6, 6-2, 6-4, 4-6, 6-2થી હરાવ્યો હતો
શનિવારે US ઓપનની બીજી સેમીફાઇનલમાં નોવાક જોકોવિચે એલેક્ઝેન્ડર જ્વેરેવને 4-6, 6-2, 6-4, 4-6, 6-2થી હરાવ્યો હતો

જોકોવિચ પાસે 21 મો ગ્રાન્ડ સ્લેમ જીતવાની તક છે
નોવાક જોકોવિચ પાસે 21મો ગ્રાન્ડસ્લેમ જીતવાની તક છે. તેણે યુએસ ઓપનની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તેણે શનિવારે યુએસ ઓપનમાં રમાયેલી બીજી સેમિફાઇનલમાં એલેક્ઝાન્ડર ઝ્વેરેવને 4-6, 6-2,6-4, 4-6, 6-2થી હરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...