• Gujarati News
  • Sports
  • India's Star Footballer Equaled The Greatest Footballer Pele's 77 Goals In Terms Of International Goals, Ronaldo And Messi Ahead Of Him

સુનીલ છેત્રીએ પેલેના રેકોર્ડની બરાબરી કરી:ભારતના સ્ટાર ફુટબોલરે દિગ્ગજ ફુટબોલર પેલેના 77 ઈન્ટરનેશનલ ગોલની બરાબરી કરી, રોનાલ્ડો અને મેસ્સી તેનાથી આગળ

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતના સ્ટાર ફુટબોલર સુનીલ છેત્રીએ બ્રાઝીલના દિગ્ગજ ફુટબોલર પેલેના ઈન્ટરનેશનલ ગોલના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. 37 વર્ષીય છેત્રીએ માલદીવમાં રમાઈ રહેલી સાઉથ એશિયન ફુટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપમાં નેપાળ વિરૂદ્ધ એક ગોલ કરીને પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરનો 77મો ગોલ કર્યો હતો. પેલેએ 92 મેચમાં 77 ગોલ કર્યા હતા. છેત્રીના ગોલથી જ ભારતે નેપાળને 1-0થી હરાવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં ભારતની પહેલી જીત છે. આની પહેલા ભારતે બાંગ્લાદેશ અને શ્રીલંકા વિરૂદ્ધ ડ્રો મેચ રમી હતી.

છેત્રી સૌથી વધુ ગોલ કરનારો ત્રીજો એક્ટિવ ખેલાડી
છેત્રી આંતરરાષ્ટ્રીય ફુટબોલમાં સંયુક્ત રૂપે સૌથી વધુ ગોલ કરનારો ત્રીજો એક્ટિવ ખેલાડી બની ગયો છે. તે સંયુક્ત રૂપે UAEના અલી મબખૌત (77)ની બરાબરી કરી લીધી છે. છેત્રીથી આગળ માત્ર પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેન્ટીનાના લિયોનલ મેસ્સી છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 112, જ્યારે લિયોનલ મેસ્સીએ 79 ગોલ કર્યા છે.

ભારત પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર
7 વાર સૈફ ફુટબોલ ચેમ્પિયનશિપનું ટાઇટલ વિજેતા ભારતીય ટીમ હવે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર આવી ગઈ છે. ભારતના 3 મેચમાં 5 પોઇન્ટ છે. યજમાન માલદીવ અને નેપાળના 3 મેચમાં 6-6 પોઈન્ટ છે. ભારતને જો ફાઇનલમાં જગ્યા મેળવવી હોય તો તેને માલદીવ વિરૂદ્ધ બુધવારે રમાનારી મેચને કોઇપણ ભોગે જીતવી પડશે.

અન્ય સમાચારો પણ છે...