• Gujarati News
  • Sports
  • India's Priyanka Goswami Posted A Photo With Bal Gopal, Saying This Medal Is Dedicated To God

કૉમનવેલ્થ ગેમ્સનો 10મો દિવસ:બોક્સિંગમાં ભારતને મળ્યો ત્રીજો ગોલ્ડ, વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીને જીત્યો ગોલ્ડ; ટેબલ ટેનિસમાં સિલ્વર

2 મહિનો પહેલા

બર્મિંગહામમાં 22મી કૉમનવેલ્થ ગેમ્સના 10મા દિવસ માટે સ્પર્ધા ચાલી રહી છે. ભારતે બોક્સિંગમાં 3 ગોલ્ડ મેડલ જીતી લીધા છે. નિખત ઝરીને નોર્ધન આયરલેન્ડની કાર્લ મૈકનોલને 50 કિગ્રા વેટ કેટેગરીમાં 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની આ સ્ટાર બોક્સર અને હાલની વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીને સેમિફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડની બોક્સર સવન્ના અલ્ફિયાને 5-0થી પરાજય આપ્યો હતો. નિખત ઝરીનનો કોમનવેલ્થ ગેમ્સમાં આ પ્રથમ ગોલ્ડ મેડલ છે.

રેંકદેશગોલ્ડસિલ્વરબ્રોન્ઝકુલ
1ઓસ્ટ્રેલિયા615152164
2ઇંગ્લેન્ડ525749158
3કેનેડા23293385
4ભારત17131949
5ન્યૂઝીલેન્ડ17121645
6નાઇઝીરિયા1181433
7સ્કોટલેન્ડ10102444
8સાઉથ આફ્રિકા781126
9વેલ્સ761326
10મલેશિયા65415

તો નીતૂ ઘંઘાસ (48 કિલો) અને અમિત પંઘાલ (51 કિલો)ના પોત-પોતાના વેટ કેટેગરીમાં ગોલ્ડ મેળવ્યા છે. જ્યારે મેન્સ ટ્રિપલ જંપ ઈવેન્ટમાં ભારત ગોલ્ડ તથા સિલ્વર બન્ને મળ્યા છે. ભારતના એલ્ડોસ પોલે 17.03 મીટરનો કુદકા સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો. ભારતના જ અબ્દુલ્લા અબુબકરે 17.02 મીટર લાંબી છલાંગ સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો.

ફાઈનલમાં હાર્યા શરથ અને સાથિયાન
ટેબલ ટેનિસના મેન્સ ડબલ્સમાં શરથ કમલ અને સાથિયાનની જોડીને ઇંગ્લેન્ડની ડ્રિંકહોલ પૉલ અને લિયમ પિચફોર્ડની જોડી સામે 11-8, 8-11, 3-11, 11-7, 4-11થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે તેમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

10,000 મીટર રેસ વોકમાં સંદીપે બ્રોન્ઝ જીત્યો

કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ જીત્યા પછી સંદીપ.
કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ જીત્યા પછી સંદીપ.

મેન્સની 10,000 મીટર રેસ વોકમાં સંદીપે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કેનેડાની ઇવાંસે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

જેવલિન થ્રો: ભારતને મળ્યો બ્રોન્ઝ
અન્નુ રાનીએ વિમેન્સની જેવલિંન થ્રો ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. તેનો સૌથી બેસ્ટ થ્રો 60 મીટરનો રહ્યો હતો. તો ઓસ્ટ્રેલિયાની કેલ્સીએ 64 મીટર જેવલિન થ્રો કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

અન્નુ રાનીએ 60 મીટર જેવલિન થ્રો કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
અન્નુ રાનીએ 60 મીટર જેવલિન થ્રો કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

નીતૂ અને અમિતે ઇંગ્લેન્ડના બોક્સરોને હાર આપી

ફાઈનલમાં નીતૂએ ઈગ્લેન્ડની ડેમી જોડને 5-0થી પરાજય આપ્યો. અમિતે ઈગ્લેન્ડના મેક્ડોનાલ્ડને 5-0થી પરાજય આપ્યો. ભારતના અન્ય બે મુક્કાબાજ નિખત જરીન (50 કિલો) અને સાગર અહલાવત (92 કિલો) પણ ગોલ્ડ માટે પંચ જડ્યો હતો. નિખતની ફાઈનલ બાઉટ સાંજે 7:00 વાગે છે તો સાગરની મેચ રાત્રે 1:15 વાગે શરૂ થશે.

વર્તમાન સિઝનમાં ભારતના 16 ગોલ્ડ થઈ ગયા છે. ટેલિમાં તેના મેડલ્સની કુલ સંખ્યા 45 થઈ ગઈ છે. ભારતના હિસ્સામાં 12 સિલ્વર અને 17 બ્રોન્ઝ પણ આવ્યા છે.

ફાઈનલમાં નીતૂએ ઇંગ્લેન્ડની ડેમી જેડને 5-0થી હાર આપી હતી.
ફાઈનલમાં નીતૂએ ઇંગ્લેન્ડની ડેમી જેડને 5-0થી હાર આપી હતી.

મહિલા હોકીઃ ભારતીય ટીમે જીત મેળવી
ભારતીય મહિલા હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ન્યૂઝીલેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં 2-1થી હાર આપી હતી. નિયત સમયમાં 1-1 ઉપર મેચ રહી હતી. આ ગેમ્સમાં ભારતની મહિલા હોકીમાં પ્રથમ બ્રોન્ઝ છે. ટીમે અત્યાર સુધીમાં એક ગોલ્ડ (2002) અને એક સિલ્વર (2006) મેળવ્યો હતો.

દેશથી હજારો કિલોમીટર દૂર ઈંગ્લેન્ડમાં શનિવારે ભક્તિની શક્તિ જોવા મળી હતી. ભારતીય એથ્લેટ પ્રિયંકા ગોસ્વામીએ વુમન 10,000 મીટર રેસ વોકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મેડલ સેરેમની બાદ પ્રિયંકા તેના પ્રિય બાળ ગોપાલની મૂર્તિ સાથે જોવા મળી હતી. તેણે કહ્યું- આ મેડલ ભગવાન કૃષ્ણ અને મારા પરિવારને સમર્પિત છે. તેમના સહયોગ વિના આ સફળતા શક્ય ન બની હોત.

મેડલ સમારોહ દરમિયાન પાતેના બાળ ગોપાલ સાથે પ્રિયંકા ગોસ્વામી.
મેડલ સમારોહ દરમિયાન પાતેના બાળ ગોપાલ સાથે પ્રિયંકા ગોસ્વામી.

પ્રિયંકાએ 49 મિનિટ 38 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી
પ્રિયંકાએ 10,000 મીટર વોક રેસમાં 49 મિનિટ 38 સેકન્ડમાં બીજું સ્થાન મેળવ્યું હતું. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની જેમિમાએ 42.34 મિનિટનો સમય લઈને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. જયારે, કેન્યાની એમિલી 43.50.86 મિનિટમાં રેસ પૂરી કરીને ત્રીજા સ્થાને રહી હતી. ઉંચી કૂદમાં તેજસ્વિને બ્રોન્ઝ અને મુરલી શ્રીશંકરના સિલ્વર મેડલ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં એથ્લેટિક્સમાં ભારતનો આ ત્રીજો મેડલ છે.

પ્રિયંકા રેલવેમાં નોકરી કરે છે
પ્રિયંકા રેલવેમાં નોકરી કરે છે. તે મૂળ મેરઠની રહેવાસી છે. તેણે 20 કિલોમીટર વોક રેસમાં દેશ માટે ઘણા મેડલ જીત્યા છે. તેણે 2021માં ટોક્યો ઓલિમ્પિકમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

પિતા રોડવેઝ કંડક્ટર
પ્રિયંકાના પિતા મદનપાલ ગોસ્વામી યુપી રોડવેઝમાં કંડક્ટર તરીકે કામ કરતા હતા. પરંતુ કોઈ કારણસર તેણે નોકરી ગુમાવી દીધી. જે બાદ ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. પ્રિયંકાએ ગર્લ્સ સ્કૂલ અને બીકે મહેશ્વરી, મેરઠમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. પટિયાલામાં બીએનો અભ્યાસ કર્યો છે. આ દરમિયાન તેના પિતા ટેક્સી ચલાવીને, લોટ મિલ અને નાના-મોટા કામ કરીને 4 થી 5 હજાર રૂપિયા મોકલતા હતા.

અન્ય સમાચારો પણ છે...