• Gujarati News
  • Sports
  • India's Golden Bounceback, 12 Wrestlers Took To The Ring, Each Winning A Medal

ભાસ્કર એનાલિસિસ:ભારતનો ગોલ્ડન બાઉન્સબેક, 12 પહેલવાન રિંગમાં ઉતર્યા, દરેકે મેડલ જીત્યા

પાનીપત2 મહિનો પહેલાલેખક: રાજેશ ખોખર
  • કૉપી લિંક
  • પહેલીવાર ટ્રિપલ જમ્પમાં ડબલ મેડલ: આપણે ગોલ્ડ ઉપરાંત સિલ્વર પણ જીત્યા

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પહેલવાનોના દાવપેચથી દુનિયા દંગ રહી ગઇ છે. આ વખતે 12 પહેલવાન રિંગમાં ઉતર્યા અને દરેકે મેડલ જીત્યા. આ વખતે ગોલ્ડ મેડલનો પણ રેકોર્ડ બન્યો. અત્યાર સુધી ભારત એકેય કોમનવેલ્થ ગેમ્સમાં કુશ્તીમાં 5થી વધુ ગોલ્ડ મેડલ નથી જીતી શક્યું. આ વખતે 2 ગોલ્ડન હેટ્રિક લગાવતાં 6 ગોલ્ડ જીત્યા. તમામ 6 પહેલવાને અગાઉની હારમાંથી બહાર આવીને શાનદાર કમબેક કર્યું. રવિવારે ભારત 18 ગોલ્ડ, 14 સિલ્વર અને 21 બ્રોન્ઝ સાથે કુલ 53 મેડલ જીત્યા હતા. મહિલા ક્રિકેટમાં પણ સિલ્વર જીત્યું હતું. આજે ગેમ્સનું સમાપન થશે.

એથલેટિક્સમાં 8 મેડલ, ગઇ વખત કરતાં 5 વધારે: આ વખતે આપણા 215 ખેલાડી ઉતર્યા. શૂટિંગ સામેલ ન હોવાથી સ્ટ્રાઇક રેટ જરૂર ઘટ્યો પણ અન્ય રમતો દ્વારા તે ખોટ સરભર થઇ ગઇ. એથલેટિક્સમાં ગઇ વખતના 3 કરતાં 5 મેડલ વધારે જીત્યા

  • પહેલીવાર નવી 7 ઇવેન્ટમાં મેડલ: લોન્ગ જમ્પ, લોન બોલ્સ, હાઇ જમ્પ, સ્ટિપલ ચેઝ, વુમન્સ જેવલિન થ્રો, સ્ક્વોશ સિંગલ્સ, વુમન્સ રેસ વૉક.
  • ટ્રિપલ લોન્ગ જમ્પ - એલ્ડહોસ પોલે ગોલ્ડ, અબ્દુલ્લા અબૂબકરે સિલ્વર મેડલ જીત્યો.
  • બોક્સિંગ - નિખત ઝરીને ગોલ્ડ જીત્યો. નીતૂ ઘંગાસ અને અમિત પંઘાલ પણ ગોલ્ડ જીતી લાવ્યા.
  • મહિલા હોકી - ન્યૂઝીલેન્ડને હરાવીને બ્રોન્ઝ જીત્યો. 16 વર્ષમાં પહેલો મેડલ.
  • રેસ વૉક - સંદીપ કુમારે 10 હજાર મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.
  • જેવલિન થ્રો - અન્નુ રાનીએ બ્રોન્ઝ જીત્યો. મેડલ જીતનારી પ્રથમ ભારતીય.
  • ટેબલ ટેનિસ - શરત અને શ્રીજાનો મિક્સ ડબલમાં ગોલ્ડ

5 ગેમ્સમાં ચોથું બહેતર પ્રદર્શન

વર્ષખેલાડીમેડલપ્રદર્શન
20061835027.30%27.30%
201049510120.40%20.40%
20142156429.70%29.70%
20182166630.50%30.50%
20222155324.60%24.06%
અન્ય સમાચારો પણ છે...