તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના ખૂબ ઓછા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા હોય છે, પરંતુ તેની પત્ની સાક્ષી ઘણી એક્ટિવ રહેતી હોય છે. તાજેતરમાં જ સાક્ષીની એક ખાસ મિત્રના લગ્ન હતા અને ત્યાં ધોની અલગ જ મૂડમાં જોવા મળ્યો હતો. અહીં તે સ્ટાઈલિશ લૂકમાં પણ દેખાતાં અને તેણે પત્ની સાક્ષી સાથે ડાન્સ પણ કર્યો હતો. આ ડાન્સ-વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો છે.
Blessing your feed with morning dose of Happiness 💜#MSDhoni #Dhoni pic.twitter.com/JwZPUROZ8s
— MS Dhoni Fans Official (@msdfansofficial) February 16, 2021
સાક્ષીએ મિત્રના લગ્નમાં એમએસ ધોની સાથે 'મમ્મીનું પસંદ' સોંગ પર ડાન્સ કર્યો હતો. મિત્રના લગ્નની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે. આ સિવાય પણ સાક્ષીએ અમુક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, જેમાં ધોની ગોલ્ડન રંગના કુર્તામાં જોવા મળે છે. 16 તારીખે યોજાયેલા આ લગ્નમાં ધોની બ્લેક રંગના શૂટમાં દેખાય છે. આ સ્ટાઈલમાં પણ ધોની હેન્ડસમ લાગતો હતો. લેટેસ્ટ વીડિયોમાં ધોની પત્ની સાથે ડાન્સ કરતાો જોવા મળી રહ્યો છે. વાઈરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે સાક્ષી ડાન્સ કરી રહી છે અને ધોની તેને સાથ આપી રહ્યો છે.
બીજા એક વીડિયોમાં ધોની ખુરશી પર બેઠો છે અને તેની પાસે સાક્ષી અને તેની અમુક ફ્રેન્ડ્ઝ છે. ત્યાં તે ધોની સાથે ફોટો ક્લિક કરાવી રહી છે. એમાં પણ પાછળ સાક્ષી ડાન્સ કરી રહી છે અને ધોની ફોટો ક્લિક કરાવી રહ્યો છે.
એમ.એસ. ધોનીએ સાક્ષી સાથે 4 જુલાઈ 2010માં એક અંગત સમારોહમાં લગ્ન કર્યા હતા. એમાં પરિવારજનો અને ખાસ મિત્રો જ સામેલ થયાં હતાં. તેમની એક દીકરી પણ છે, જેનું નામ જીવા છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.