તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Indian Football Team Captain Sunil Chhetri Corona Positive, Said Will Recover And Return To The Football Pitch Soon

કોરોનાનો કહેર:ઇન્ડિયન ફૂટબોલ ટીમનો કેપ્ટન સુનિલ છેત્રી કોરોના પોઝિટિવ, કહ્યું- રિકવર થઈને જલ્દી ફૂટબોલ પિચ પર પરત ફરીશ

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુનિલ તાજેતરમાં ઇન્ડિયન સુપર લીગની સાતમી સીઝનમાં બેંગલુરુ એફસી વતી રમ્યો હતો. - Divya Bhaskar
સુનિલ તાજેતરમાં ઇન્ડિયન સુપર લીગની સાતમી સીઝનમાં બેંગલુરુ એફસી વતી રમ્યો હતો.
  • સુનિલે કહ્યું, રિકવરી પીરિયડમાં હું સારું અનુભવી રહ્યો છું

ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીનો ગુરુવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુનિલે કહ્યું કે, રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતાં તે સારું અનુભવી રહ્યો છે. તેણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, "એક અપડેટમાં તમને જણાવીશ કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, આ રિકવરી પીરિયડમાં હું સારું અનુભવી રહ્યો છું અને જલ્દી જ ફૂટબોલ પિચ પર પરત ફરીશ. બધાને રિમાઈન્ડ કરવાનો યોગ્ય સમય છે કે સાવચેતી રાખવી કેમ જરૂરી છે."

સુનિલે તાજેતરમાં ઇન્ડિયન સુપર લીગની સાતમી સીઝનમાં ભાગ લીધો હતો. તે બેંગલુરુ એફએસી માટે રમ્યો હતો. તેની ટીમે લીગ રાઉન્ડ સાતમા ક્રમે સમાપ્ત કર્યો હતો.

35 સંભવિતોની યાદીમાં સ્થાન મળ્યું હતું
ગયા અઠવાડિયે ઇન્ડિયન ફૂટબોલ દ્વારા 35 સંભવિતોની યાદી જાહેર થઈ હતી. આ 35 ખેલાડીઓમાંથી ફાઇનલ સિલેક્ટ થનાર પ્લેયર્સ 25 અને 29 માર્ચે દુબઈમાં ઓમાન અને યુએઈ સામે ફ્રેન્ડલી મેચ રમવાના હતા. ઉલ્લેખનીય છે કે, છેત્રી ફૂટબોલમાં ભારતનો ટોપ સ્કોરર છે. તેને 2017-18ની સીઝનમાં ISLમાં હીરો ઓફ ધ લીગનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...