સાઉથ કોરિયામાં ચાલી રહેલા વર્લ્ડ કપ-2માં શનિવારે ભારતે 3 મેડલ જીત્યા છે. કંપાઉન્ડ રાઉન્ડમાં ભારતીય પુરુષ ટીમે ગોલ્ડ મેડલ પર તીર ચલાવ્યું હતું, જ્યારે વ્યક્તિગત મેચમાં ભારતીય તીરંદાજ મોહન ભારદ્વાજ ફ્રાંન્સના વર્લ્ડ નંબર-1 માઈક સ્કોલસરથી ફાઈનલ હારી ગયો છે. જ્યારે કંપાઉન્ડમાં મિક્સ્ડ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આની સાથે જ ભારતે અત્યારસુધી 5 મેડલ જીતી લીધા છે.
પુરૂષોની ટીમમાં અભિષેક, રમણ અને રજતનો સમાવેશ થયો છે અને આ ત્રણેયની જોડીએ ગત એશિયન ગેમ્સમાં પણ દેશ માટે સિલ્વર મેડલ જીત્યો હતો. તે જ સમયે, ત્રણેયને કોરોનાના કારણે સ્થગિત એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યા હતા.
ભારતીય ખેલાડીઓ તમામ સેટમાં પાછળ રહ્યા
પુરૂષ વર્ગની આ વ્યક્તિગત મેચમાં ભારતીય ખેલાડી મોહન લયમાં જોવા મળ્યો નહોતો. તે ચારેય સેટમાં પાછળ હતો. પ્રથમ સેટમાં સ્કોર 28-29 હતો. જે અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા ક્રમે 57-59, 85-89, 112-119 અને 141-149 થયો હતો.
ભારતના 5 મેડલ
ભારતના હવે ટૂર્નામેન્ટમાં કુલ 4 મેડલ થઈ ગયા છે. જેમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
કંપાઉન્ડ મેન્સ ટીમે એકમાત્ર ગોલ્ડ જીત્યો, જ્યારે ભારતને મહિલા રિકર્વ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. આ ઉપરાંત મહિલા ટીમે કંપાઉન્ડ રાઉન્ડમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.