ઈજાની સારવાર:ભારતીય બોક્સર વિકાસે ખભાની સર્જરી કરાવી

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતના સ્ટાર બોક્સર વિકાસ કૃષ્ણએ ખભાના કારણે ઓલિમ્પિકથી બહાર થઇ જવું પડ્યું હતું. પણ હવે તેને ખંભાની સર્જરી કરાવી લીધી છે. 29 વર્ષના ભારતીય બોક્સરની આ ત્રીજી ઓલિમ્પિક હતી. ઇટલીમાં ટ્રેનિંગ કેમ્પ સમયે તેને ખભામાં ઇજા પહોંચી હતી.

ટોક્યોમાં તેની શરૂઆતની મેચ સમયે ઇજામાં વધારો થયો હતો. વિકાસ કૃષ્ણએ જાપાનના સેવોનરેટ્સ ઓકાજાવા સામે પહેલા રાઉન્ડની મેચથી પહેલા પેન કિલર લીધી હતી. પણ ઇજાની ગંભીરતા જોતા ભારતીય બોક્સર માત્ર એક જ હાથનો ઉપયોગ કરવા મજબુર બન્યો હતો. વિકાસની આંખમાં પણ ઇજા પહોંચી હતી અને તે એક તરફી મેચમાં હારી ગયો હતો.

મેચ બાદ તેની તપાસ કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે એશિયન ચેમ્પિયનશિપના મેડાલિસ્ટના ખભાની સાથે સાથે એક માસપેશી અને એક લિગામેન્ટ પણ તુટી ગયું છે. વિકાસ 2018 માં એમેચ્યોર બોક્સિંગને છોડીને પ્રોફેશનલ ખેલાડી બની ગયો હતો. પણ ટોક્યોમાં તે પોતાની કારકિર્દીની ત્રીજી ઓલિમ્પિક માટે પરત ફર્યો.