તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Indian Athletes Win 13 Medals At Tokyo Paralympics, More Than In Any Of The Last 11 Games

ટોક્યો પેરાલિમ્પિક:ભારતીય ખેલાડીઓએ ટોક્યો પેરાલિમ્પિકમાં 13 મેડલ જીત્યા, આટલા મેડલ ગત 11 ગેમ્સમાં પણ મળ્યા નથી

ટોક્યો19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઈ જમ્પર પ્રવીણને સિલ્વર, શૂટર અવની અને તીરંદાજ હરવિન્દરે કાંસ્ય જીત્યો

ટોક્યો પેરાલિમ્પિકમાં મેડલનો વરસાદ થઇ રહ્યો છે. શુક્રવારે ભારતીય હાઈ જમ્પર પ્રવીણ કુમારે સિલ્વર, શૂટર અવની લેખારા અને તીરંદાજ હરવિન્દર સિંહે કાંસ્ય જીત્યો. આમ ભારતના ટોક્યો ગેમ્સમાં 13 મેડલ થઇ ગયા છે. ભારતે 1968માં પહેલીવાર પેરાલિમ્પિકમાં ભાગ લીધો હતો. ભારત હાલ 12મી વાર ભાગ લઇ રહ્યું છે.

રિયો પેરાલિમ્પિક સુધી ભારતે કુલ 12 મેડલ જીત્યા છે. તેનાથી વધુ મેડલ ભારતના ખેલાડીઓએ અત્યારની ગેમ્સમાં જીત્યા છે. ભારતે ગેમ્સમાં 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 5 કાંસ્ય પદક જીત્યા છે. હરવિન્દર પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર પહેલો ભારતીય તીરંદાજ છે. તેણે કાંસ્ય મેડલ પ્લે ઓફમાં કોરિયાના સુ મિન કિનને 6-5થી હરાવ્યો.

તો અવનીએ 50 મી. રાઇફલ 3 પોઝિશન એસએચ-1માં કાંસ્ય જીત્યો. આ 19 વર્ષની અવનીનો ટોક્યો પેરાલિમ્પિકમાં બીજો મેડલ છે. તે 10 મીટર એર રાઇફલ સ્ટેડિંગ એસએચ1 માં ગોલ્ડ જીતી ચૂકી છે. તે એક ગેમ્સમાં એકથી વધુ મેડલ જીતનાર પહેલી ભારતીય મહિલા અને બીજી ભારતીય ખેલાડી બની ગઇ છે.

જોગિંદર સિંહ બેદીએ 1984 પેરાલિમ્પિકમાં ત્રણ મેડલ જીત્યા હતા. અવનીએ ડેબ્યુ ગેમ્સમાં 445.9 નો સ્કોર કર્યો અને ત્રીજા સ્થાને રહી. ચીનને ગોલ્ડ અને જર્મનીને સિલ્વર મળ્યો. શૂટિંગમાં ભારતનો આ ત્રીજો મેડલ હતો.

ભગત-કોહલીની જોડી સેમિ ફાઇનલમાં, સુહાસ-તરુણ-મનોજ પણ અંતિમ-4માં
ભારતના પ્રમોદ ભગત અને પલક કોહલીની જોડી મિક્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં પહોંચી ગઇ છે. સુહાસ, તરુણ, મનોજ સરકાર પણ અંતિમ-4માં જગ્યા બનાવી લીધી છે. આ બધા ખેલાડી મેડલ જીતવાથી એક જીત દૂર છે. ભગત-પલકે થાઈલેન્ડના સિરિપોંગ-નિપાડાની જોડીને 21-15, 21-19થી હરાવી. ભારતીય જોડી માત્ર 29 મિનિટમાં જીતી ગઇ હતી. વર્લ્ડ નંબર-3 સુહાસે એસએલ4 ક્લાસમાં ઇન્ડોનેશિયાની હેરી સુસાંતોને 19 મિનિટમાં 21-6, 21-12થી હરાવી. તો તરુણે કોરિયાના સિન ક્યૂંગ હવાનને 21-18, 15-21, 21-17 થી માત આપી. જોકે બંને ખેલાડીઓને પોતપોતાના ગ્રૂપ મેચમાં હાર મળી છે. એસએલ3 ક્લાસમાં મનોજે યુક્રેનના ઓલેક્જેન્ડર ચિરકોવને સતત સેટમાં હરાવ્યો. એસએચ6 ક્લાસમાં બીજી સીડ કૃષ્ણા નાગરે બ્રાઝિલના વિટોર ગોનકાલ્વેસને 21-17, 21-14થી માત આપી અને સેમિ ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું.

અન્ય સમાચારો પણ છે...