• Gujarati News
  • Sports
  • India Wins Bronze In Women's Compound Teams Event, Men's Team Reaches Final By Beating No. 1 Korea At Home

તીરંદાજી વર્લ્ડ કપમાં દીકરીઓએ જીત્યા મેડલ:ભારતે વિમેન્સ કમ્પાઉન્ડ ટીમ્સ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો, પુરુષ ટીમ ઘરઆંગણે નંબર 1 કોરિયાને હરાવીને ફાઇનલમાં પહોંચી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય તીરંદાજોએ તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ 2માં તેમના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. ત્યાં ભારતની તીરંદાજ દીકરીઓએ ચેમ્પિયનશિપના બીજા દિવસે બુધવારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મેન્સ ટીમ પણ નંબર 1 કોરિયાને તેના ઘરઆંગણે હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ છે. ગોલ્ડ મેડલ મેચમાં શનિવારે તેનો સામનો ફ્રાન્સની ટીમ સામે થશે. આ સ્પર્ધામાં 22 દેશોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

  • અવનીત, મુસ્કાન, પ્રિયાની ત્રિપુટીએ એક પોઈન્ટથી જીત મેળવી
  • ચેમ્પિયનશિપની મહિલા કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં અવનીત કૌર, મુસ્કાન કિરાર અને પ્રિયા ગુર્જરની ત્રિપુટીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. બ્રોન્ઝ મેડલ માટેની સવારની મેચમાં ભારતીય ટીમે તુર્કી સામે એક પોઈન્ટનો રોમાંચક વિજય નોંધાવ્યો હતો.
  • ભારતે 232 પોઈન્ટ કર્યા તો તુર્કીને માત્ર 231 પોઈન્ટ મળ્યા છે.
  • આ મેચમાં ભારતીય ટીમે પહેલા જ સેટમાં એક પોઈન્ટની સરસાઈ મેળવી લીધી હતી. તેને 59 માર્ક્સ મળ્યા છે. જ્યારે તુર્કીને માત્ર 58 પોઈન્ટ મળ્યા છે.

ભારતીય તીરંદાજોનું શાનદાર પ્રદર્શન

  • આમાં ભારતીય તીરંદાજોએ ચાર ટેન પોઈન્ટર ફટકાર્યા હતા.
  • બીજા સેટમાં તુર્કીએ એક પોઈન્ટની લીડ મેળવીને સ્કોર 116-115 કર્યો હતો.
  • ત્રીજા સેટમાં પણ તુર્કી એક પોઈન્ટ (174-173)થી આગળ હતી પરંતુ છેલ્લા સેટમાં ભારતીય ત્રિપુટીએ એક પોઈન્ટની લીડ સાથે જીત મેળવી હતી.

પુરુષોની ટીમે શૂટ-ઓફ મેચ જીતી
પુરુષોની કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં ભારતીય તીરંદાજોએ જોરદાર રમત બતાવી હતી. અભિષેક વર્મા, અમન સૈની અને રજત ચૌહાણની ત્રિપુટીએ ટૂર્નામેન્ટની નંબર 1 ટીમ કોરિયાને તેમના જ ઘરમાં હરાવ્યું હતું. અગાઉ બંને ટીમોએ 233 પોઈન્ટ બનાવ્યા હતા. શૂટ-ઓફમાં ભારતને બે ટેન પોઈન્ટર મળ્યા, જ્યારે એક તીરથી નવ પોઈન્ટ થયા.

એક વર્ષમાં ચાર વર્લ્ડ કપ થાય છે, એક ફાઇનલ વર્લ્ડ કપ
વર્લ્ડ તીરંદાજીના વર્ષમાં ચાર સ્ટેટ વર્લ્ડ કપ હોયછે. આ વર્લ્ડ કપ ચેમ્પિયન અંતિમ વર્લ્ડ કપમાં રમે છે. અગાઉ સ્ટેજ-1 વર્લ્ડ કપ તુર્કીમાં યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...