સિરાજના જુસ્સાને સલામ:હાથમાંથી લોહી નીકળ્યું હોવા છતાં સિરાજે બોલિંગ કરીને વિકેટ ઝડપી, VIDEO વાઈરલ

16 દિવસ પહેલા
  • ન્યુઝીલેન્ડની ઈનિંગની અંતિમ ઓવરમાં ઈજા થઈ હતી
  • સિરાજનો ફેન્સ પણ સ્ટેડિયમમાંથી ઉત્સાહ વધાર્યો હતો

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે બુધવારે રમાયેલી પ્રથમ T-20 મેચમાં બોલિંગ દરમિયાન મોહમ્મદ સિરાજ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાને પગલે તેમના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. પછીથી મેદાન પર ફિઝિયોને બોલાવવામાં આવ્યા હતા.

ન્યુઝીલેન્ડની ઈનિંગની અંતિમ ઓવરમાં આ ઘટના ઘટી. થોડીવાર પછી જ્યારે સિરાજ બીજી વખત બોલિંગ કરવા તૈયાર થયા તો સ્ટેડિયમમાં ફેન્સ તેમનો ખૂબ જ ઉત્સાહ વધાર્યો. તે પટ્ટી બાંધીને બોલિંગ કરતા જોવા મળ્યાં હતા.

ઓવરના પાંચમાં બોલે તેણે રચિન રવિન્દ્રની વિકેટ પણ લીધી. સિરાજની ઈજાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.

અંતિમ ઓવરમાં આપ્યા માત્ર 7 રન
મોહમ્મદ સિરાજે અંતિમ ઓવરમાં માત્ર 7 રન આપ્યા. પ્રથમ ત્રણ ઓવરમાં તેમની બોલિંગ કઈ ખાસ રહી નહોતી. મેચમાં તેમણે 4 ઓવરમાં 39 રન આપ્યા. તેમને એક પણ વિકેટ ન મળી. ઉલ્લેખનીય છે કે T-20 વર્લ્ડ કપમાં સિરાજનું સિલેક્શન થયું નહોતું.

તે IPLમાં સતત જોરદાર બોલિંગ કરી રહ્યાં હતા. તેમ છતાં તેમને ટીમમાં લેવામાં આવ્યા નહોતા. આ નિર્ણય પર ઘણા ખેલાડીઓએ સવાલ ઉઠાવ્યા હતા.

મેચમાં વેંકટેશ અય્યરનું ડેબ્યૂ
ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ T-20માં વેંકટેશ અય્યરે ડેબ્યૂ કરવાની તક મળી હતી. જોકે ન્યુઝીલેન્ડની ઈનિંગ દરમિયાન અય્યર એક પણ ઓવર નાંખી શકયા નહોતા. હાર્દિક પંડયાને T-20 સીરીજમાંથી બહાર કરવામાં આવ્યા છે. વેંકટેશ તેમના સ્થાને ટીમનો હિસ્સો બન્યા છે. IPLના ફેઝ-2માં તેમણે 10 મેચમાં 370 રન બનાવવાની સાથે 3 વિકેટ પણ લીધી હતી.

ચાહકોએ કહ્યું- એક દિલ કેટલીવાર જીતીશ

અન્ય સમાચારો પણ છે...