• Gujarati News
  • Sports
  • India Vs Australia And New Zealand In T20 World Cup Warmup Match; The Matches Will Start From October 10

ICCએ બહાર પાડ્યુ વોર્મઅપ શિડ્યૂલ:T20 વર્લ્ડ કપમાં ભારતનો મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે; 10 ઓક્ટોબરથી શરૂ થશે મુકાબલો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ICCએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી T20 વર્લ્ડ કપનો શિડ્યૂલ બહાર પાડ્યો હતો. જેમાં ભારત પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે 23 ઓક્ટોબરે રમશે. T20 વર્લ્ડ કપની ફાઈનલ 13 નબેમ્બરે રમાશે. આ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં યોજાશે.

23 ઓક્ટોબરે સુપર-12ના મેચ શરૂ થશે. આ અગાઉ સુપર-12માં ક્વોલિફાય થનારી ટીમ વોર્મઅપ મેચ રમશે. આ T20 વર્લ્ડ કપના વોર્મઅપ 10 ઓક્ટોબરથી શરૂ થશે.

વોર્મઅપ મેચનું શિડ્યૂલ
T20 વર્લ્ડ કપની પહેલા વોર્મઅપ મેચ 10 ઓક્ટોબરથી શરૂ થશે. જેમાં કુલ 15 ટીમ રમશે. બધી જ ટીમને બે વોર્મઅપ મેચ રમવાના આવશે.

ભારતના વોર્મઅપ મેચ
T20 વર્લ્ડ કપમાં ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે છે. આ મેચ પહેલા ભારત પોતાનું ફોર્મ મેળવવા માટે બે વોર્મઅપ મેચ રમશે. ટીમ ઈન્ડિયા પોતાની પહેલી વોર્મઅપ મેચ 17 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. જ્યારે બીજી વોર્મઅપ મેચ 19 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમવા ઉતરશે.

2021ના T20 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજથી બહાર થઈ ગયા હતા
ટીમ ઈન્ડિયા 2022માં મજબૂત દાવેદારી સાથે ઉતરશે. જોકે ટીમને ગત વર્ષે રમાયેલા T20 વર્લ્ડ કપમાં ભારતને નિરાશા હાથ લાગી હતી. ટીમ ઈન્ડિયા ગત વર્ષે T20 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગયુ હતુ. ટીમને પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.