• Gujarati News
  • Sports
  • India To Bid For 2036 Olympics; Inauguration Ceremony May Be Held At Narendra Modi Stadium

ભારતમાં ઓલિમ્પિક:2036 ઓલિમ્પિક માટે ભારત બોલી લગાવશે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાઈ શકે છે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) 2036 ઓલિમ્પિક્સનું આયોજન કરવા માટે બોલી લગાવશે. IOAના પ્રમુખ નરેન્દ્ર બત્રાએ કહ્યું કે, એસોસિએશન 2036 ઓલિમ્પિકના યજમાનપદ માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) સાથે વાતચીત કરી રહ્યું છે. જો કામ પાર પડે તો ઓલિમ્પિકનો ઉદ્ઘાટન કાર્યક્રમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. અગાઉ આ સ્ટેડિયમનું નામ મોટેરા સ્ટેડિયમ હતું. પરંતુ ફેબ્રુઆરીમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશને મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દીધું હતું.

બત્રાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે જો તમે મને હાલમાં ઉદ્ઘાટન કાર્યક્રમના સ્થળ વિશે પૂછશો તો તે ચોક્કસપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હશે. IOAના વડાએ કહ્યું કે ભારતમાં ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારંભનું આયોજન કરવા માટે આનાથી વધુ સારું સ્ટેડિયમ અન્ય કોઈ નથી. 2036 સુધીમાં શું થશે તે હું કહી શકતો નથી. ઉદ્ઘાટન કાર્યક્રમ માટે હું અમદાવાદને પ્રસ્તાવિત કરીશ.

3 થી 4 શહેરોમાં ઓલિમ્પિકનું આયોજન કરી શકાય છે
ઇવેન્ટમાં મીડિયા સાથે વાત કરતા બત્રાએ કહ્યું કે ઓલિમ્પિક ભારતના ત્રણ કે ચાર શહેરોમાં યોજવામાં આવી શકે છે અને IOA 2036 માટે ભારતની સંભવિત બિડ અંગે IOC સાથે વાતચીત કરી રહ્યું છે. ભારતને તક મળે તેવી શક્યતાઓ વધારે છે. તેને 2-3 વર્ષમાં વચગાળાનું ફોર્મ આપવામાં આવશે. અમે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સાથે તેની હોસ્ટિંગ બિડ અંગે ચર્ચા કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...