તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિટનેસમાં અવ્વલ:ફિટનેસના મામલે ભારત કોઇ પણ યુરોપિયન ટીમથી ઓછી નથી : રાની

કોલકાતા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઇ પણ ટીમ રાતોરાત ચેમ્પિયન નથી બનતી: રાની

ભારતીય મહિલા હોકી ટીમની સુકાની રાની રામપાલે ગુરૂવારે કહ્યું કે તેની ટીમ ફિટનેસના કેસમાં યુરોપીયન ટીમથી ઓછી નથી અને તે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં કોઇ પણ સર્વશ્રેષ્ઠ ટીમને પડકાર આપી શકવા માટે તૈયાર છે. ભારતીય મહિલા ટીમે 36 વર્ષ બાદ રિયો ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો, પણ તે ગ્રૂપ સ્ટેજથી આગળ વધી શકી ન હતી. ત્યારે ચાર મેચ ગુમાવી અને જાપાનથી ડ્રો રમી હતી.

પણ રાની રામપાલે કહ્યું કે આ વખતે ટીમ પહેલાથી ઘણી સારી છે. રાનીએ વર્ચ્યુલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “કોઇ પણ ટીમ રાતો રાત ચેમ્પિયન નથી બની જતી. તેના માટે કોઇને કોઇ જગ્યાએથી શરૂઆત કરવી પડે છે. અમે પણ આ પ્રક્રિયાનો ભાગ છીએ. કોચિંગ અને સ્ટાફ આ દિશામાં કામ કરી રહ્યા છીએ.” તેણે કહ્યું, ‘આ પહેલા લોકોને લાગતું હતું કે અમારી યુરોપિયન ટીમથી કોઇ મુકાલબો નથી.

જો તમે છેલ્લા 4-5 વર્ષોમાં અમારી ટીમ પર ધ્યાન આપો તો ફિટનેસને જોતા અમારી ટીમ અન્ય ટીમોથી જરા પણ ઓછી નથી. ભારતીય ટીમ પૂલ એમાં છે. ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં તેના અભિયાનની શરૂઆત 24 જુલાઈથી વિશ્વ નંબર વન ટીમ નેધરલેન્ડ સામે કરવાની છે. ત્યાર બાદ તેનો સામનો જર્મની (રેન્કિંગ 3), ગ્રેટ બ્રિટન (રેન્કિંગ 5) અને આયરલેન્ડ (રેન્કિંગ 9) સામે થશે. ભારતનું રેન્કિંગ 10 છે. આ પૂલમાં દ. આફ્રિકા (રેન્કિગ 16) જ એક એવી ટીમ છે જેનું રેન્કિંગ ભારત કરતા ઓછું છે. રાનીએ કહ્યું, ‘બધા જ ઉત્સાહીત છે. અમે આના માટે વર્ષોથી પ્રયાસ કરી રહ્યા છીએ. અમારી પાસે યુવા અને અનુભવી ખેલાડીઓનું સારૂ મિશ્રણ છે. અમારી પાસે ત્રણેય વિભાગોમાં સંતુલિત ટીમ છે.’

અન્ય સમાચારો પણ છે...