• Gujarati News
  • Sports
  • India Beat Kyrgyzstan In Penalty Shootout, Indian Team's Best Ever Performance In The Tournament

AFC અંડર-23 એશિયન ફુટબોલ ક્વોલિફાયર:ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં કિર્ગિસ્તાનને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં ઈન્ડિયન ટીમનું અત્યારસુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોલકીપર ધીરજ સિંહના શાનદાર પ્રદર્શનની સહાયથી ભારતે ગ્રુપ ઈ મેચના પેનલ્ટી શૂટઆઉટમાં કિર્ગિસ્તાનને 4-2થી હરાવી બીજો નંબર મેળવ્યો છે. આ AFC અંડર-23 એશિયન ફુટબોલ ક્વોલિફાયરમાં ટીમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. નિયમિત સમય પછી મેચમાં એકપણ ગોલ થયો નહોતો. મેચ ડ્રો રહ્યા પછી બંને ટીમના ગ્રુપમાં 4 પોઈન્ટ રહ્યા અને આની સાથે જ ગોલ અંતર પણ સમાન (શૂન્ય) હતા. બંને ટીમે તમામ મેચમાં એક સમાન ગોલ કર્યા છે.

ગ્રુપ ઈમાં ક્રમશઃ બીજા અને ત્રીજા નંબર પર રહેનારી ટીમનો નિર્ણય સામે લાવવા માટે પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવાયો હતો. UAEએ ઓમાનને 2-0થી હરાવ્યું અને ગ્રુપ-ઈમાં ટોચ પર રહી હતી. દરેક જૂથમાંથી ટોચની ટીમ અને તમામ જૂથમાંથી બીજા સ્થાને રહેલી શ્રેષ્ઠ ચાર ટીમો આવતા વર્ષની પ્રતિષ્ઠિત ખંડીય સ્પર્ધા માટે ક્વોલિફાય થશે.

ભારત પહેલીવાર AFC અંડર-23 એશિયન કપ માટે ક્વોલિફાય કરશે કે નહીં હવે તે જાણવા માટે અન્ય ગ્રુપની મેચ પૂરી થવાની રાહ જોશે. પેનલ્ટી શૂટઆઉટમાં ધીરજે વિરોધી ટીમના ખેલાડીના 2 શોટ રોક્યા, જ્યારે ભારત તરફથી રાહુલ કેપી, રોહિત દાનુ, સુરેશ સિંહ અને રહીમ અલીએ હોલ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...