ભારતીય પુરુષ હોકી ટીમે એશિયા કપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતનો આ ટૂર્નામેન્ટમાં બીજો બ્રોન્ઝ છે. ટીમ ટૂર્નામેન્ટના 40 વર્ષના ઈતિહાસમાં 11મી વાર રમી રહી છે અને 10મી વખત મેડલ જીત્યો છે. ભારત આ સિદ્ધિ મેળવનારી એકમાત્ર ટીમ છે. ટીમ માત્ર 2009માં મેડલ ચૂકી ગઈ હતી. ભારતે 3 ગોલ્ડ, 5 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 10 મેડલ જીત્યા છે. લીગની સૌથી સફળ ટીમ દ.કોરિયા 4 ગોલ્ડ સહિત 9 અને પાકિસ્તાને 3 ગોલ્ડ સહિત 9 મેડલ સાથે સંયુક્ત રીતે બીજા નંબરે છે. પ્રથમ ક્વાર્ટરમાં ભારતના રાજ કુમારે સાતમી મિનિટે ગોલ ફટકારીની ટીમને લીડ અપાવી હતી. ત્યાર પછી જાપાન એક પણ ગોલ કરી શક્યું નહીં. લીગ મેચમાં જાપાને ભારતને 5-2થી, જ્યારે સુપર-4માં ભારતે જાપાનને 2-1થી હરાવ્યું હતું.
આ સ્પર્ધામાં ભારતને બીજી વખત બ્રોન્ઝ મેડલ મળ્યો છે.
અગાઉ ભારતે 1999માં મલેશિયાને 4-2થી હરાવીને આ મેડલ જીત્યો હતો. 2009માં જ ટીમ ઈન્ડિયા કોઈ મેડલ જીતી શકી ન હતી. 1982, 1985, 1989 અને 1994માં સિલ્વર મેડલ જીત્યા હતા. આની સાથે જ 1999માં બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો. ભારતને 2003માં પહેલીવાર ગોલ્ડ મળ્યો હતો. ત્યાર પછી 2007માં પણ ટીમે આ પ્રદર્શનનું પુનરાવર્તન કર્યું હતું. 2013માં સિલ્વર અને 2017માં ગોલ્ડ મેળવ્યો હતો. એકંદરે, ભારતે અત્યાર સુધીમાં ત્રણ ગોલ્ડ, પાંચ સિલ્વર અને બે બ્રોન્ઝ જીત્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.