તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • India And Afghanistan Draw Decisive Match; The Indian Team Reached The Third Round With 7 Points

એશિયા કપ 2023 ક્વોલિફાયર્સ:ભારત અને અફઘાનિસ્તાનની નિર્ણાયક મેચ ડ્રો; 7 પોઈન્ટ સાથે ભારતીય ટીમ ત્રીજા રાઉન્ડમાં પહોંચી

દોહા3 મહિનો પહેલા

ભારતીય ફુટબોલ ટીમ એશિયાઈ કપ 2023ના ક્વોલિફાયર્સના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશી. ફીફા વર્લ્ડ કપ 2022 અને એશિયાઈ કપ 2023ની ક્વોલિફાયર મેચ દોહામાં રમાઈ રહી છે. ભારતીય ટીમ ફીફા વર્લ્ડ કપ 2022ની બહાર થઈ ચૂકી છે. મંગળવારના રોજ અફઘાનિસ્તાન અને ભારતની મેચ ડ્રો રહી હતી. અફઘાનિસ્તાનના ગોલકીપર ઓવેસ અઝીઝીના સેલ્ફ ગોલને કારણે પ્રાપ્ત થયેલી 1-0ની લીડને ભારતીય ટીમ જાળવી શકી નહતી.

ભારતીય ટીમને ત્રીજા રાઉન્ડમાં પહોંચવા માટે અફઘાનિસ્તાન સામેની મેચને ડ્રો અથવા જીતવાની જરૂર હતી. તો બીજી બાજું અફઘાનિસ્તાનને ત્રીજા રાઉન્ડમાં પહોંચવા માટે કોઈપણ કિંમતે આ મેચ જીતવી અનિવાર્ય હતી.

ભારતીય ટીમે ઓમાન અને કતારને ટક્કર આપી
મેચની 75મી મિનિટમાં અફઘાનિસ્તાનના ગોલકીપર ઓવેસ અઝીઝીને ટચ થઈને બોલ ગોસપોસ્ટમાં જતો રહ્યો હતો. પરંતુ ભારતીય ટીમ આ ગોલને જાળવી રાખવામાં નિષ્ફળ રહી હતી અને 82મી મિનિટે હોસૈન જમાનીએ ગોલ મારીને 1-1થી મેચને બરાબર કરી હતી. આ સમયે ભારતીય ટીમે પોતાના અભિયાનમાં કતાર અને ઓમાન જેવી મજબૂત ટીમોને પણ ટક્કર આપી હતી.

ભારત ગ્રુપમાં ત્રીજા ક્રમાંક પર
આ મેચ ડ્રો કર્યા પછી ભારતીય ટીમ પોતાના ગ્રુપ ઈમાં ત્રીજા ક્રમાંક પર આવી છે. ભારત 8 મેચમાંથી માત્ર 1 મેચને જીતવામાં સફળ રહી છે. ભારતીય ટીમના 7 પોઇન્ટ છે. જ્યારે અફઘાનિસ્તાનના 8 મેચમાં 6 પોઈન્ટ છે અને તે ચોથા ક્રમાંક પર છે.

ભારતીય ટીમ
ગોલ કીપરઃ ગુરપ્રીત સિંહ સંધૂ, અમરિંદર સિંહ, ઘીરજ સિંહ
ડિફેન્સઃ પ્રીતમ કોટલ, રાહુલ ભેકે, નરેન્દ્ર ગહલોત, ચિંગલેનસાના સિંહ, સંદેશ ઝિંગન, આદિલ ખાન, આકાશ મિશ્રા, સુભાશીષ બોસ
મિડફીલ્ડરઃ ઉદંતા સિંહ, બ્રેન્ડન ફર્નાંડીસ, લિસ્ટન કોલાકો, રૉલિન બોર્ગેસ, ગ્લેન માર્ટિસ, અનિરૂદ્ધ થાપા, પ્રોનૉય, સુરેશ સિંહ, અપુઈયા, અબ્દુલ સહલ, યાસિર મોહમ્મદ, લલ્લિયાંજુઆલા છંગટે, બિપિન સિંહ, આશિક કુરૂનિયાન.
ફોરવર્ડઃ મનવીર સિંહ, સુનીલ છેત્રી, ઈશાન પંડિતા

અન્ય સમાચારો પણ છે...