VIDEO: જાડેજાએ પકડ્યો જોરદાર કેચ:હેટમાયરે માર્યો બુલેટ જેવો શોટ, જાડેજાએ એક સેકન્ડમાં પકડી લીધો

સેન્ટ કિટ્સ13 દિવસ પહેલા

ભારત-વેસ્ટઈન્ડીઝ વચ્ચેની મેચમાં સોમવારે જોરદાર કેચ જોવા મળ્યો હતો. આ કેચ પકડ્યો જાણીતા ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ. એ પણ એક જ સેકન્ડની અંદર. આ સુપર એક્શન જોવા મળી વેસ્ટઈન્ડીઝની ઈનિંગ દરમિયાન 13મી ઓવરમાં.

ત્યારે વેસ્ટઈન્ડીઝની ટીમે ભારતના 139 રનના ટાર્ગેટના જવાબમાં 12 ઓવરમાં 2 વિકેટ પર 82 રન બનાવી લીધા હતા અને તેને જીતવા માટે 48 બોલમાં 57 રન જોઈતા હતા. આ દરમિયાન બ્રેંડન કિંગ્સ 50 અને શિમરન હેટમાયર 6 રન પર રમી રહ્યા હતા.

જાડેજાએ હેટમાયરના લેગ સ્ટમ્પ પર ગુડ લેંથ બોલ નાખ્યો હતો. આ બોલમાં હેટમાયરે જોરદાર શોટ માર્યો હતો. બોલ એક સેકન્ડથી પણ ઓછા સમયમાં બોલર જાડેજા સુધી પહોંચી ગયો. એવામાં તેણે જોરદાર રિફ્લેક્શન બતાવતાં એ જોરદાર કેચને પકડ્યો હતો. જોકે ટીમ ઈન્ડિયા આ મેચને 5 વિકેટથી હારી ગઈ હતી. હવે ટી-20 મેચની સિરીઝ 1-1ની બરાબરી પર છે. મંગળવારે ત્રીજી મેચ રમાશે.

પૂરને પણ સારી ફિલ્ડિંગ કરી
મેચ દરમિયાન કેપ્ટન નિકોલસ પૂરને પણ સારી ફિલ્ડિંગ કરી હતી. જોકે બેટિંગમાં તે પોતાની ટીમના સ્કોરમાં માત્ર 14 રનનું યોગદાન આપી શક્યો હતો.

સ્ટબ્સે પણ પકડ્યો હતો જબરદસ્ત કેચ
એક દિવસ પહેલાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટી-20માં સાઉથ આફ્રિકાના વિકેટકીપર અને બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સે મોઈન અલીનો જોરદાર કેચ પકડ્યો હતો. આ મેચને આફ્રિકાએ 90 રનના અંતરથી જીતી હતી.

અય્યરે રોકી હતી શાનદાર સિક્સ
વેસ્ટઈન્ડીઝની સામે શ્રેયસ અય્યરે પ્રથમ ટી-20 મેચમાં જોરદાર સિક્સ રોકી હતી. તેણે ડ્રાઈવ લગાવતાં બાઉન્ડરીની બહાર જતા બોલને બાઉન્ડરીની અંદર ફેંક્યો હતો. તેની આ ફિલ્ડિંગની ખૂબ જ પ્રશંસા થઈ હતી. અય્યરે તેની ટીમ માટે 4 રન બચાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...