કેપટાઉનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચને દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટથી ભારતને હરાવી જીતી લીધી છે. આ મેચમાં આફ્રિકા સામે 212 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમે 3 વિકેટના નુકસાને ચેઝ કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે આ જીતની સાથે જ એલ્ગર એન્ડ કંપનીએ ટેસ્ટ સિરીઝ 2-1થી પોતાને નામ કરી લીધી છે. વળી રસપ્રદ વાત તો એ છે કે આ મેદાનમાં માત્ર ચોથી વાર કોઈ ટીમે 200+ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે. મેચનો લાઈવ સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો......
29 વર્ષનો જીતનો દુષ્કાળ યથાવત્
ઈન્ડિયન ટીમને આ ટૂર જીતવા માટે ફેવરિટ ગણવામાં આવતી હતી. પરંતુ એક-બે બેટર સિવાય મિડલ ઓર્ડર અને ઓપનર્સના ખરાબ પ્રદર્શનના કારણે વિરાટ સેના આ સિરીઝ પોતાને નામ કરી શકી નહોતી. 1992માં ભારતે પહેલીવાર દક્ષિણ આફ્રિકા પ્રવાસ કર્યો હતો, જેમાં છેલ્લા 30 વર્ષોમાં ઈન્ડિયન ટીમ એકપણ સિરીઝ ત્યાં જીતી શકી નથી.
વિરાટ કોહલી ફરીથી ભડક્યો
પુજારાએ સરળ કેચ છોડ્યો
40મી ઓવરના ચોથા બોલ પર ચેતેશ્વર પુજારાએ કીગન પીટરસનનો સરળ કેચ છોડી દીધો હતો. પીટરસનના બેટની આઉટ સાઈડ એડ્જ લઈને બોલ સીધો પુજારાના હાથમાં ગયો હતો. પરંતુ તે લપકી ન શક્યો અને ભારતે વિકેટ લેવાની સરળ તક ગુમાવી દીધી હતી.
સ્ટમ્પ્સ પહેલા બુમરાહની શાનદાર બોલિંગ
ત્રીજા દિવસની છેલ્લી ઓવરમાં જસપ્રીત બુમરાહે કેપ્ટન એલ્ગરને કોટ બિહાન્ડ આઉટ કરી ટીમને બીજી વિકેટ અપાવી હતી. જોકે આ દરમિયાન અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો હતો, જોકે આ નિર્ણયને પડકારી ઈન્ડિયન ટીમે રિવ્યૂ લીધો જે સફળ થયો હતો.
પંતની સદીએ લાજ રાખી
ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમાઈ રહી છે. જેની બીજી ઈનિંગમાં ઈન્ડિયન ટીમ 198 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આ દરમિયાન રિષભ પંતે ટેસ્ટમાં ચોથી સદી ફટકારી ટીમને એક સન્માનજનક સ્કોર સુધી દોરી ગયો હતો. જેથી પહેલી ઈનિંગની લીડના આધારે હવે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 212 રનનો ટાર્ગેટ મળ્યો છે.
લંચ પછી કેપ્ટન વિરાટ કોહલી પોતાની ઇનિંગને આગળ વધારી શક્યો નહોતો અને લુંગી એન્ગિડીના બોલ પર 29 રન કરી આઉટ થયો હતો. એન્ગિડીએ ત્યારપછી રવિચંદ્રન અશ્વિન અને શાર્દૂલની વિકેટ પણ લીધી હતી. કગિસો રબાડાએ ઉમેશ યાદવને આઉટ કર્યા ત્યારે માર્કો જેન્સને મોહમ્મદ શમીની વિકેટ લીધી હતી.
પિચ રિપોર્ટ
કેપટાઉનમાં ટીમ ઈન્ડિયાનો ખરાબ રેકોર્ડ
બંને ટીમઃIND (પ્લેઇંગ-XI): કે.એલ.રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, વિરાટ કોહલી, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ
SA (પ્લેઇંગ-XI): ડીન એલ્ગર, એડન માર્કરમ, કીગન પીટરસન, રેસી વેન ડેર ડૂસેન, તેમ્બા બઉમા, કાઈવ વેરેના, માર્કો જેન્સન, કગિસો રબાડા, કેશવ મહારાજ, ડુએન ઓલિવિયર, લુંગી એન્ગિડી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.