તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • In The Ongoing Match The Dog Ran Into The Field; Players Quit Playing Cricket And Started Jogging With Him !, Video Goes Viral

'તોફાની કૂતરું' બન્યું 12TH મેન:ચાલુ મેચમાં કૂતરું મેદાનમાં દોડી આવ્યું; ખેલાડીઓ ક્રિકેટ રમવાનું છોડી તેની સાથે દોડપકડ રમવા લાગ્યા!, વીડિયો વાઇરલ

12 દિવસ પહેલા
  • નોન સ્ટ્રાઇકર એન્ડ પર ફીલ્ડિંગ કરી રહેલી ખેલાડીએ પ્રેમથી કૂતરાને રમાડી બોલ પરત લઇ લીધો

આયરલેન્ડમાં મહિલાઓની ક્રિકેટ મેચ દરમિયાન એક કૂતરું મેદાનમાં ફીલ્ડિંગ કરવા લાગ્યું હતું. એટલું જ નહીં તે ફીલ્ડર્સ પાસેથી બોલ ઝૂંટવીને મેદાનમાં આમ-તેમ દોડવા લાગ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો આયરલેન્ડ વુમન્સ ક્રિકેટના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટે શેર કર્યો હતો, જે વાઇરલ થઈ રહ્યો છે. જોકે તમામ ખેલાડીને મેદાનમાં દોડ-પકડ રમાડ્યા પછી આ કૂતરું નોન સ્ટ્રાઇકિંગ એન્ડ પર જતું રહ્યું અને એક ખેલાડીને બોલ આપી દીધો હતો.

આ વીડિયો આયરલેન્ડની ઓલ આયરલેન્ડ મહિલા T-20 કપની સેમીફાઇનલનો છે. આ મેચ બ્રેડી ક્રિકેટ ક્લબ અને સિવિલ સર્વિસ નોર્થ આયરલેન્ડ ક્રિકેટ ક્લબ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પહેલા બેટિંગ કરતા બ્રેડીએ 105 રનનો સ્કોર કર્યો હતો. તેવામાં મેચના નિર્ણય કરતા વધારે આકર્ષણનું કેન્દ્ર આ કૂતરું બની ગયું હતું.

સમગ્ર ઘટના ક્યારે ઘટી?
સિવિલ સર્વિસને લો સ્કોરિંગ મેચમાં રમવા ઉતરવાનું હતું, તેવમાં વરસાદના વિઘ્ને તેમને 12 ઓવરમાં 72 રનનો ટાર્ગેટ મળ્યો હતો. સિવિલની શરૂઆત ઘણી ખરાબ રહી અને તેણે 6 વિકેટ બેક ટુ બેક ગુમાવ્યા પછી મેચમાં પકડ ગુમાવી દીધી હતી. તેવામાં ઈનિંગની 9મી ઓવરમાં એબી લીસીએ થર્ડમેન પર શોટ માર્યો, ત્યારે ફિલ્ડરે બોલને વિકેટકીપર પાસે થ્રો કર્યો હતો.

તેવામાં વિકેટકીપરે સ્ટમ્પ્સ પર મારવા જતા ઓવર થ્રોના પગલે બોલ સર્કલની અંદર જતો રહ્યો હતો. જેને પકડવા માટે અચાનક કૂતરું મેદાનમાં દોડી આવ્યું હતું અને બોલ પકડીને આમ-તેમ દોડવા લાગ્યું હતું.

કૂતરું નોન સ્ટ્રાઇકર એન્ડ સુધી આવી ગયું!
આ મેદાન પર કૂતરું ખેલાડીઓને દોડપકડ રમાડતું હોય તેમ ભાગવા લાગ્યું હતું. જોકે છેવટે તે નોનસ્ટ્રાઇકર એન્ડ સુધી આવીને ઊભું રહ્યું ત્યારે એક મહિલા ખેલાડીએ કૂતરાના માથે પ્રેમથી હાથ ફેરવીને બોલ લઈ લીધો હતો.

ICCએ પણ સન્માનિત કર્યું

અન્ય સમાચારો પણ છે...