ફ્રેન્ચ ઓપન દરમિયાન ઈટાલિયન ટેનિસ સ્ટાર કેમિલા જ્યોર્જીને ફિલ્ડ અમ્પાયરે મેચ પહેલાં રમતાં અટકાવી દીધી હતી. વિવાદ વધતાં જાણવા મળ્યું કે અમ્પાયરને કેમિલાએ પહેરેલા પોશાક સામે વાંધો હતો. નિયમો પ્રમાણે આ પ્રમાણેનાં કપડાં ન પહેરી શકાય. જોકે ત્યાર પછી મેચ રમાઈ હતી, પરંતુ પોસ્ટ મેચ સેશન દરમિયાન બંને વચ્ચે આ મુદ્દે ચર્ચા થઈ હતી. તો બીજી બાજુ આ ફ્રેન્ચ ઓપ કેમિલા માટે જ નહીં, તેના પિતા માટે પણ વિવાદાસ્પદ રહી હતી. મીડિયા રિપોર્ટ્સના આધારે એક મેચ દરમિયાન કેમિલાના પિતા વેપ દ્વારા ચાલુ મેચમાં સ્મોકિંગ કરતા નજરે પડ્યા હતા. ચાલો... આપણે કેમિલા તથા તેના પિતાની વિવાદાસ્પદ સફર પર નજર કરીએ.....
ફિલ્ડ અમ્પાયર અને કેમિલા વચ્ચે વિવાદ
સબાલેન્કા વિરુદ્ધ મેચ શરૂ થાય એની પહેલાં અમ્પાયરે કેમિલા સાથે વાતચીત કરી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, કેમિલાએ પહેરેલાં કપડા પર એક જાહેરાત કંપનીનો લોગો નિશ્ચિત સાઈઝ કરતાં મોટો છે. તેથી ફિલ્ડ અમ્પાયર અને અધિકારીઓએ આ કપડાને બદલવા ટકોર કરી હતી. ત્યારે કેમિલાએ કહ્યું- મારી પાસે બીજો કોઈ ડ્રેસ નથીં, હું આ કપડાં પહેરીને જ રમીશ. હું પહેલાં પણ આ ડ્રેસ પહેરી રમી ચૂકી છું.
ટેનિસ કોમેન્ટેટર જોસ મોર્ગાડોના જણાવ્યા પ્રમાણે, અમ્પાયરે જિયોર્ગીએ કહ્યું હતું કે તે આવાં કપડાં પહેરીને રમી શકે છે, પરંતુ મેચ પછી આ અંગે તેની સાથે ચર્ચા થઈ શકે છે. જોકે ત્યાર પછી કોમેન્ટેટરે એક તસવીર શેર કરી જણાવ્યું કે લોકર રૂમમાં કેમિલાએ અલગ ડ્રેસ પહેર્યો હતો, જેમાં જાહેરાતનો લોગો નહોતો, પરંતુ મેચ રમવા આવી ત્યારે તેના ડ્રેસમાં એ લોગો જોવા મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે ફ્રેન્ચ ઓપનમાં ખેલાડીઓ દ્વારા પહેરવામાં આવતા કપડાં પણ જાહેરાતના લોગો લગાડવાની સાઈઝ નિશ્ચિત હોય છે. આ કોઈપણ પ્રકારે યોગ્ય સાઈઝથી મોટો ન હોવો જોઈએ. જો કોઈ ખેલાડી આનું ઉલ્લંઘન કરે તો એને બહારનો રસ્તો પણ બતાડી શકાય છે.
કેમિલાના પિતા પણ વિવાદમાં ફસાયા
ઈટાલિયન ટેનિસ સ્ટાર કેમિલા અન્ય એક મેચ દરમિયાન રમી રહી હતી ત્યારે તેના પિતા LIVE મેચમાં સ્મોકિંગ કરતા પકડાયા હતા. આ દરમિયાન સર્જિયો સ્ટેન્ડ્સમાં વેપ દ્વારા સ્મોકિંગ કરતા હતા, પરંતુ કેમેરો જેવો તેમના તરફ આવ્યો કે તેણે ટોવેલથી પોતાનું મોઢું ઢાંકી દીધું હતું. આ દરમિયાન તેમની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી અને લોકો આકરી ટીકા પણ કરી રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.