તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • In His Debut Match, Natarajan Dismissed Kohli, The Most Expensive Player Of The Season; Padikkal, The Cheapest Player Of The Match, Scored 56 Runs

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસવીરમાં IPLની ત્રીજી મેચ:ડેબ્યુ મેચમાં નટરાજને સીઝનના સૌથી મોંઘા ખેલાડી કોહલીને આઉટ કર્યો; આ મેચના સૌથી સસ્તા ખેલાડી પડિક્કલે 56 રન બનાવ્યા

દુબઈ8 મહિનો પહેલા
 • કૉપી લિંક
સનરાઇઝર્સ હૈદરાબાદને 10 રને પરાજિત કર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો કેપ્ટન વિરાટ કોહલી સેલિબ્રેટરી મુડમાં દેખાયો. તેમની સાથે યુઝવેન્દ્ર ચહલ અને એબી ડીવિલિયર્સ પણ હતા. - Divya Bhaskar
સનરાઇઝર્સ હૈદરાબાદને 10 રને પરાજિત કર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો કેપ્ટન વિરાટ કોહલી સેલિબ્રેટરી મુડમાં દેખાયો. તેમની સાથે યુઝવેન્દ્ર ચહલ અને એબી ડીવિલિયર્સ પણ હતા.

આઈપીએલનો ત્રીજો મુકાબલો યુવા ખેલાડીઓનાં નામ પર રાખવામાં આવ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી દેવદત્ત પડિક્કલ અને સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ટી.નટરાજને આઈપીએલની શરૂઆત કરી હતી. નટરાજન માટે એ ડ્રીમ ડેબ્યુ રહ્યું. તેણે સીઝનના સૌથી મોંઘા ખેલાડી વિરાટ કોહલીને આઉટ કર્યો. એ જ સમયે આ મેચનો સૌથી સસ્તો ખેલાડી પડિક્કલ (20 લાખ)એ મેચમાં શાનદાર ફિફ્ટી લગાવી હતી.

ચાલો તસવીરોમાં મેચનો રોમાંચ જોઈએ...

આરસીબીના દેવદત્ત પડિક્કલે તેની પ્રથમ આઈપીએલ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 42 બોલમાં 56 રન બનાવ્યા.

પડિક્કલે એરોન ફિંચ સાથે પ્રથમ વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી હતી.

પોતાની પહેલી મેચમાં પચાસ રન સાથે પડિક્કલને એસ.આર.એચ.ના વિજય શંકરે બોલ્ડ કર્યો.

આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી 6 મહિના પછી ક્રીસ પર ઊતર્યો. હતો. જોકે તે નિરાશ થયો હતો અને તે માત્ર 14 રને આઉટ થયો હતો.

પોતાની પહેલી મેચ રમી રહેલા ટી. નટરાજન માટે આ ડ્રીમ ડેબ્યુ સાબિત થયું. તેણે IPLમાં કોહલીને પોતાનો પ્રથમ શિકાર બનાવ્યો.

એસઆરએચનો મિશેલ માર્શ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. માર્શ માત્ર 4 બોલ ફેંકી શક્યો.

11મી ઓવરના પહેલા જ બોલ પર પડિક્કલને 53 રનના સ્કોર પર જીવનદાન મળ્યું, બાઉન્ડ્રી પર ફેબીએન એલિન અને અભિષેક શર્માએ તેનો કેચ છોડ્યો.

એબી ડીવિલિયર્સે બેંગલોરને ધમાકેદાર બેટિંગથી 160 રનને પર પહોચાડ્યું, એબીએ 51 રનની ઇનિંગ્સ રમી.

આ વખતે મેચ દરમિયાન ચાહકો કંઈક અલગ સ્ટાઇલમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા.

હૈદરાબાદનો કેપ્ટન ડેવિડ વોર્નર કમનસીબ રહ્યો અને ઉમેશ યાદવની બોલિંગમાં નોન-સ્ટ્રાઈકર અંતમાં રન આઉટ થયો.

જોની બેરસ્ટોએ હૈદરાબાદ તરફથી 61 રન બનાવ્યા. જોકે તે પોતાની ટીમને મેચ જિતાડી શક્યા નહીં.

અંડર -19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળનાર પ્રિયમ ગર્ગે પણ બેંગલોર સામે આઈપીએલની શરૂઆત કરી હતી. જોકે તે માત્ર 12 રન જ બનાવી શક્યો.

ડેવિડ વોર્નરને આઉટ કર્યા બાદ ફાસ્ટર ઉમેશ યાદવને અભિનંદન પાઠવતા વિરાટ કોહલી.

સ્ટેડિયમમાં દર્શકોની હાજરી પ્રતિબંધિત છે, તેથી ટીમ સાથે મુસાફરી કરનારા કર્મચારીઓ જ સ્ટેડિયમમાં ટીમને પ્રોત્સાહિત કરે છે.

યુઝવેન્દ્ર ચહલ અને ઉમેશ યાદવે પ્રથમ ઇનિંગ દરમિયાન મનોરંજનની ક્ષણોનો આનંદ માણ્યો.

કોરોનાના કારણે આઇપીએલની તમામ મેચ પ્રેક્ષકો વિના રમાઈ રહી છે. આવી સ્થિતિમાં મેચ દરમિયાન ખાલી પડેલાં સ્ટેન્ડ્સ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો