તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Sports
 • In Both The Tournament | Copa America And Euro Cup Goal Keeper Played Match Winning Role | Just Because Of Their Solid Defence, Their Team Won

ગોલકીપર્સનું 'ટાઇટલ કીપિંગ' મિશન:કોપા અમેરિકા અને યૂરો કપમાં ગોલકિપર્સની બોલબાલા રહી, સૉલિડ ડિફેન્સના કારણે જ આર્જેન્ટીના અને ઈટાલી ટાઇટલ જીત્યાં

23 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઈટાલીના ગોલકીપર જી.ડોન્નારુ (ડાબે)ની તસવીર યૂરો કપ 2020 અને આર્જેન્ટીનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝની કોપા અમેરિકા દરમિયાન તસવીર (જમણે) - Divya Bhaskar
ઈટાલીના ગોલકીપર જી.ડોન્નારુ (ડાબે)ની તસવીર યૂરો કપ 2020 અને આર્જેન્ટીનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝની કોપા અમેરિકા દરમિયાન તસવીર (જમણે)
 • યૂરો કપ 2020માં ઈટાલીની ટીમે ઇંગ્લેન્ડને હરાવીને 53 વર્ષ પછી યૂરો કપ જીત્યો
 • આર્જેન્ટીનાએ 28 વર્ષ પછી કોપા અમેરિકાનું ટાઇટલ જીત્યું

અગ્રેજીમાં એક કહેવત છે કે 'ઓફેન્સ ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ'. એટલે કે આક્રમણ જ સૌથી બેસ્ટ રક્ષાનું કવચ છે. પરંતુ છેલ્લા 1-2 દિવસમાં ફુટબોલ જગતમાં જે ઘટ્યું છે, એ સિદ્ધાંતના વિપરિત છે. ફુટબોલ જગતની 'વન ઓફ ધ બેસ્ટ ટૂર્નામેન્ટ' પૈકી આર્જેન્ટીનાએ કોપા અમેરિકા કપ જીત્યો તો બીજી બાજુ ઈટાલીએ યૂરો કપ 2020 કપ જીત્યો હતો. બંને ફાઇનલ મેચ એક સમાન હતી એમ કહીએ તો પણ ચાલે. આ બંને મેચમાં પ્રશંસનીય ગોલકીપિંગના કારણે ટીમે મેચમાં પકડ બનાવી રાખી હતી.

ઈટાલીની ટીમે ઇંગ્લેન્ડને હરાવીને 53 વર્ષ પછી યૂરો કપ જીત્યો. છેલ્લી વાર એણે 1968માં આ ટ્રોફી જીતી હતી. ફાઇનલમાં એક્સ્ટ્રા ટાઇમ સુધી બંને ટીમ 1-1ની બરાબરી પર હતી, ત્યારપછી વિજેતાનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટ દ્વારા કરવામાં આવ્યો હતો.

ઈટાલીનો ગોલકીપર જી.ડોન્નારુમાં મેચનો હીરો
ઈટાલીની જીતનો હીરો એનો યુવા ગોલકીપર જી. ડોનારુમ્મા રહ્યો હતો, જેણે પહેલા તો મેચમાં પ્રશંસનીય પ્રદર્શન દાખવીને ગોલ રોક્યા. બીજી બાજુ એણે પેનલ્ટી શૂટઆઉટમાં પણ 2 ગોલ બચાવીને પોતાના દેશને ચેમ્પિયન બનાવ્યું હતું. એેને પ્લેયક ઓફ ધ ટૂર્નામેન્ટ પણ પસંદ કરાયો હતો.

22 વર્ષીય આ ખેલાડીએ પોતાના કરિયરની શરૂઆત ઈટાલીના ક્લબ A.C.મિલાન સાથે કરી હતી. તાજેતરમાં ફ્રેન્ચ ક્લબ પેરિસ-સેન્ટ-જર્મન સાથે ડીલ સાઇન કરી છે. બીજી બાજુ આખી ટૂર્નામેન્ટમાં ફક્ત એક જ ગોલ ન બચાવી શકનાર ઇંગ્લિશ ટીમની ફાઇનલમાં સૌથી ખરાબ ગોલકીપિંગ રહી હતી. જૉર્ડન પિકપોર્ડને ગોલ્ડન ગ્લવ્સથી જરૂર સન્માનિત કરાયો હતો, પરંતુ એણે એક-બે નહીં પરંતુ સતત 3 તક ગુમાવી હતી.

આર્જેન્ટીનાના એમિલિયાનો માર્ટિનેઝે મેસ્સીનું સપનું પુરૂ કર્યું
2007, 2015 અને 2016 આ ત્રણ વર્ષ લિયોનલ મેસ્સીની હયાતીમાં આર્જેન્ટીના, કોપા અમેરિકાની ફાઇનલ સુધી તો પહોંચ્યું હતું પરંતુ જીતી શક્યું નહતું. આ ટૂર્નામેન્ટમાં ટીમની સાથે ગોલકીપિંગમાં પણ સારુ પ્રદર્શન દાખવીને એમિલિયાનો માર્ટિનેઝે લિયોનલ મેસ્સીને પહેલીવાર કોપા અમેરિકાનું ટાઇટલ જીતાડ્યું હતું.

આર્જેન્ટીનાનો ગોલકીપર માત્ર 38 દિવસમાં સુપરસ્ટાર બની ગયો હતો. માર્ટિનેઝે ટૂર્નામેન્ટમાં 4 પેનલ્ટી બચાવી, જેમાંથી 3 તો કોલંબિયા સામે સેમીફાઇનલમાં હતી. આના સિવાય 4 ગોલ પણ બચાવ્યા, જેમાંથી એક ફાઇનલનો સામેલ છે. અહીંયા થોડી પણ ચૂક આર્જેન્ટીનાનાં સપનાને ચૂર-ચૂર કરી શકે તેવી સક્ષમ હતી.

કોપા અમેરિકા ટૂર્નામેન્ટનો ઇતિહાસ
કોપા અમેરિકાને COMMEBOL કોપા અમેરિકા પણ કહેવાય છે. ઇંગ્લિશમાં કોપા અમેરિકાનો અર્થ 'અમેરિકન કપ' થાય છે. 1975 સુધી આજે દક્ષિણ અમેરિકી ટીમો વચ્ચે રમાય છે. 1990 પછી આમા ઉત્તર અમેરિકાની ટીમો પણ ભાગ લઈ રહી હતી. આ વિશ્વની સૌથી જૂની ફુટબોલ ટૂર્નામેન્ટ છે. આની શરૂઆત 1910થી થઈ હતી. આ વર્લ્ડ કપ અને યૂરો કપ પછી ત્રીજી સૌથી વધુ લોકપ્રિય ફુટબોલ ટૂર્નામેન્ટ છે.

બ્રાઝીલ અને આર્જેન્ટીનાની ફાઇનલ સુધીની સફર

 • બ્રાઝીલે ટૂર્નામેન્ટની શરૂઆત ગ્રુપ સ્ટેજમાં વેનેઝુએલા સામે 3-0 અને પેરૂ સામે 4-0થી મેચ જીતી હતી.
 • બ્રાઝીલે ત્યારપછી કોલંબિયાને 2-1થી હરાવ્યું હતું. વળીં, ઇક્વાડોર સામે બ્રાઝીલને લાસ્ટ ગ્રુપ મેચમાં ડ્રોથી સંતુષ્ટ થવું પડ્યું હતું. ક્વાર્ટર ફાઇનલમાં ટીમે ચિલીને 1-0 અને સેમીફાઇનલમાં પેરૂને 1-0થી હરાવ્યું હતું.

આર્જેન્ટીનાએ ટૂર્નામેન્ટની શરૂઆત ચિલી સામે જીત મેળવીને કરી હતી.

 • ગ્રુપ સ્ટેજમાં જ તેણે ઉરુગ્વેને 1-0, પેરાગ્વેને 1-0 અને બોલીવિયાને 4-1થી હરાવ્યું હતું.
 • ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટીનાએ ઇક્વાડોરને 3-0થી હરાવ્યું હતું.
 • કોલંબિયા સામે સેમીફાઇનલ મેચ ફુલ ટાઇમ સુધી 1-1થી ડ્રો રહી. પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટીનાએ તેને 3-2થી હરાવ્યું.

યૂરો કપ ટૂર્નામેન્ટઃ

ઈટાલી બીજી ટીમ, જે 10મી મેજર ટૂર્નામેન્ટ ફાઇનલમાં પહોંચી
આ ઈટાલીની 10મી મેજર ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ હતી. ટીમે અત્યારસુધી 6 વાર વર્લ્ડ કપ અને 4 વાર યૂરો કપની ફાઇનલ રમી છે. યૂરોપિયન દેશોમાં ઈટાલીથી વધારે માત્ર જર્મનીએ જ 14 મેજર ટૂર્નામેન્ટ ફાઇનલ રમી છે.

ઈટાલીયન ટીમ 2000 અને 2012 યૂરો કપની ફાઇનલમાં પહોંચી ચૂકી છે. 2000માં એણે ફ્રાન્સ અને 2012માં સ્પેનના સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જર્મની અને USSR જ ઈટાલીથી વધુવાર ફાઇનલમાં જઈને હારી છે. બંને ટીમો 3-3 વાર ફાઇનલ હારી ચૂકી છે.

ઈંગ્લીશ ટીમ ફાઇનલમાં પહોંચનાર 13મી નવી ટીમ
ઈંગ્લેન્ડ ટીમ યૂરો કપની ફાઇનલમાં પહોંચનાર 13મી ટીમ છે. અત્યારસુધી 13માંથી માત્ર 4 ટીમ જ પોતાની ફાઇનલ મેચમાં હારી છે. અન્ય 9 વાર નવી ટીમો ટ્રોફી જીતી છે. ઇંગ્લેન્ડ સિવાય યુગોસ્લાવિયાએ 1960, બેલ્જિયમે 1980 અને પોર્ટુગલે 2004ના યૂરો કપ ફાઇનલમાં હારનો સામનો કર્યો હતો.