• Gujarati News
  • Sports
  • "I'm Ready To Help You In Any Way I Can," The Tennis Star Novak Told Sergei Stakhovsky. Send Me Your Address

યુક્રેનના સૈનિકને જોકોવિચ મદદ કરશે:ટેનિસ સ્ટારે સર્ગેઈ સ્ટાખોવસ્કીને કહ્યું- હું દરેક રીતે તને સહાય કરવા તૈયાર છું; મને તારું એડ્રેસ મોકલ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટેનિસના દિગ્ગજ ખેલાડી નોવાક જોકોવિચે યુક્રેનિયન ટેનિસ ખેલાડી સર્ગેઈ સ્ટેખોવસ્કીને આર્થિક મદદ કરવાનું વચન આપ્યું છે. તમને જણાવી દઈએ કે સ્ટેખોવ્સ્કી પોતાના દેશને રશિયન આક્રમણથી બચાવવા માટે યુક્રેનની સેનામાં જોડાયા છે. તેણે વિમ્બલ્ડન 2013માં રોજર ફેડરરને હરાવ્યો હતો. તેવામાં રવિવારે, સ્ટેખોવસ્કીએ ઇન્સ્ટાગ્રામ પર જોકોવિચ સાથેની વાતચીતનો સ્ક્રીનશોટ શેર કર્યો.

જોકોવિચ અને સ્ટેખોવ્સ્કી વચ્ચેની વાતચીત
જોકોવિચ અને સ્ટેખોવ્સ્કી વચ્ચેની વાતચીત

20 વારના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયને આ ચેટમાં કહ્યું છે કે હું તમારા વિશે વિચારી રહ્યો હતો. આશા છે કે બધું જલદી શાંત થઈ જશે. કૃપા કરીને મને જણાવો કે મદદ મોકલવા માટે શ્રેષ્ઠ સરનામું કયું હશે. આર્થિક મદદ હોય કે અન્ય કોઈ મદદ, હું દરેક વસ્તુ માટે તૈયાર છું.

મારા પિતા અને ભાઈ ભોંયરામાં સૂઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે યુક્રેન પર રશિયાના હુમલા બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. યુદ્ધની અસર રમત પર પણ પડી છે. તાજેતરમાં, સર્ગેઈ સ્ટેખોવસ્કીએ સ્કાય ન્યૂઝને કહ્યું, 'હું મારા દેશ માટે લડવા માટે તૈયાર છું. આ જ કારણ છે કે હું યુક્રેન પાછા આવવાનો પ્રયાસ કરી રહ્યો છું. મેં ગત સપ્તાહે રિઝર્વ માટે સાઇન અપ કર્યું હતું. મારી પાસે લશ્કરી અનુભવ નથી, પરંતુ મારી પાસે અંગત રીતે બંદૂક ચલાવવાનો અનુભવ છે. મારા પિતા અને ભાઈ ડોક્ટર છે. તેઓ તણાવમાં છે, અને ભોંયરામાં સૂઈ રહ્યા છે.'

સર્ગેઈ સ્ટેખોવસ્કીએ 2013માં વિમ્બલ્ડનમાં રોજર ફેડરરને હરાવ્યો હતો.
સર્ગેઈ સ્ટેખોવસ્કીએ 2013માં વિમ્બલ્ડનમાં રોજર ફેડરરને હરાવ્યો હતો.

સ્ટેખોવસ્કીએ જાન્યુઆરીમાં નિવૃત્તિ લીધી હતી
36 વર્ષીય સ્ટેખોવસ્કીએ જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન બાદ નિવૃત્તિ લીધી હતી. યુક્રેન પર રશિયાના હુમલા બાદ તે કિવ પરત ફર્યો છે. સ્ટેખોવ્સ્કી ઉપરાંત, બે વખતના ઓલિમ્પિક ગોલ્ડમેડલિસ્ટ બોક્સર વેસિલી લોમાચેન્કો પણ યુક્રેનની સેનામાં જોડાયા છે. તેણે 2008 અને 2012 ઓલિમ્પિક ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા છે.

અન્ય સમાચારો પણ છે...