ભાસ્કર એનાલિસિસ:ધોની ફેક્ટર ભૂલ્યા તો ચૂકી રહ્યા ધૂરંધર

મુંબઈ10 દિવસ પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક
  • પ્રથમ ટી20માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 200+ બનાવ્યા પછી પણ ટીમ ઈન્ડિયા હારી ગઈ
  • એશિયા કપમાં પંત જ્યારે રનઆઉટ કરી શક્યો નહીં, તો ધોનીની ગેરહાજરી અનુભવાઈ

મહેન્દ્ર સિંહ ધોની દ્વારા 2020માં સફેદ બોલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા પછી ભારતીય ટીમમાં એક પ્રકારનો ખાલીપો સર્જાયો છે. અનેક વખત જ્યારે ટીમ તક ચૂકી જાય છે ત્યારે આ સ્પષ્ટ દેખાય છે. તાજેતરમાં જ સમાપ્ત થયેલા એશિયા કપ દરમિયાન રિષભ પંતને સ્ટમ્પ્સને બોલ મારીને આઉટ કરવાની તક મળી હતી, પરંતુ તે શ્રીલંકા વિરુદ્ધ આ તક ચૂકી ગયો. પરિણામે ભારતીય ટીમ બહાર થઈ ગઈ.

એ સમયે તરત જ ક્રિકેટ જગતના વિશેષજ્ઞો દ્વારા પંતની તુલના ધોની સાથે થવા લાગી કે જો એ સમયે ધોની હાજર હોત તો ચૂકતો નહીં. છેલ્લા ત્રણ વર્ષમાં ધોનીની ગેરહાજરીને ટીમે અનેક વખત અનુભવી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનું સ્થાન ઝડપથી ભરાઈ ગયું, પરંતુ સફેદ બોલના ક્રિકેટમાં હજુ પણ તેની જરૂર અનુભવાય છે. આવા જ પાંચ કિસ્સા, જ્યારે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ધોનીનો ગેમ પ્લાન જોવા મળ્યો...

બેટિંગમાં પણ લીડરશિપ બતાવતો હતો

  • ધોનીએ 72 ટી20માં કેપ્ટનશિપ કરી અને 41 જીતી. જેમાં 18 મેચ ટોસ જીતીને અને 23 ટોસ હારીને જીતી હતી. ધોનીએ સૌથી વધુ 13 મેચ, ત્યારે જીતી જ્યારે તેને ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવી પડી હતી.
  • ધોનીની કેપ્ટનશીપમાં જીતેલી 41માંથી 2 મેચમાં ધોની અણનમ રહ્યો છે. વિરાટ પોતાની કેપ્ટનશિપમાં 30માંથી 11 અને રોહિત પોતાની કેપ્ટનશિપમાં જીતેલી 31 મેચમાંથી માત્ર 3 મેચમાં અણનમ રહ્યો છે.

નવા બોલરને બોલિંગ આપતો, જેથી બેટ્સમેન સમજી ન શકે
પાકિસ્તાન 158ના લક્ષ્યનો પીછો કરી રહ્યો હતો. મિસ્બાહ ક્રીઝ પર હતો અને એક વિકેટ બાકી હતી. પાકને અંતિમ ઓવરમાં 13 રનની જરૂર હતી. અનુભવી હરભજનની એક ઓવર બાકી હતી, પરંતુ ધોનીએ રિસ્ક લઈને જોગિંદર શર્માને બોલિંગ આપી. તેણે એવું એટલા માટે કર્યું હતું, કેમકે મિસ્બાહે હરભજનની ત્રીજી ઓવરમાં ત્રણ છગ્ગા માર્યા હતા. ધોનીએ આ સ્ટ્રેટજીમાં કામ કર્યું. જોગિંદરનો પ્રથમ બોલ વાઈડ અને બીજા પર છગ્ગો પડ્યો, પરંતુ ત્રીજા બોલે તેણે મિસ્બાહની વિકેટ લઈને પાકિસ્તાનની ઈનિંગ્સ સમાપ્ત કરી દીધી. ધોનીના જાદુએ ભારતને પ્રથમ ટી20 વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યો.

આગળ આવી જવાબદારી લીધી અને અંતિમ સમય સુધી ટકી રહ્યો
યુવરાજના ઓલરાઉન્ડ દેખાવ, જહીરની સચોટ બોલિંગ, સચિનની નિરંતરતાથી ભારત જીત્યું, પરંતુ શ્રીલંકા વિરુદ્ધ ફાઈનલમાં ભારતે ટોપ ઓર્ડર સસ્તામાં ગુમાવી દીધો. ગંભીર અને કોહલીએ 83 રનની ભાગીદારી કરી. જોકે, કોહલીના આઉટ થયા પછી ધોની પોતે ક્રિઝ પર ઉતર્યો. તેણે ઈન-ફોર્મ યુવરાજને ન મોકલ્યો. આ માસ્ટરસ્ટ્રોક સાબિત થયું, કેમકે ધોનીએ ગંભીર સાથે ચોથી વિકેટ માટે 109 રનની ભાગીદારી કરીને ટીમને જીતની નજીક પહોંચાડી દીધી. તેણે 79 બોલ પર 91 રનની અણનમ ઈનિંગ્સ રમી.ધોનીએ છગ્ગો ફટકારી ભારતને જીત અપાવી અને પ્લેયર ઓફ ધ ફાઈનલ બન્યો.

ખેલાડીની પ્રતિભા જાણી અને તેના હિસાબે તેને ભૂમિકા આપી
​​​​​​​અગાઉ નક્કી હતું કે સચિનના વન-ડે સંન્યાસ લીધા પછી ગંભીર-સેહવાગ ઓપનિંગ કરશે. જોકે આ ટૂર્નામેન્ટ દરમિયાન બધું જ બદલાઈ ગયું. ભારત રોહિત અને ધવનની નવી ઓપનિંગ જોડી સાથે ટૂર્નામેન્ટમાં ઉતર્યું. તેની આ યોજના સફળ રહી, કેમકે રોહિત-શિખરની જોડીએ આગામી એક દાયકા સુધી સૌથી સફળ ઓપનિંગ જોડી રહી. ધોનીએ રોહિતને ઓપનર તરીકે સ્થાપિત કર્યો. એ કલ્પના કરવી કઠીન છે કે રોહિતની ઓપનિંગ પહેલા માત્ર 30ની સરેરાશ હતી અને વન-ડે વર્લ્ડ કપની ટીમમાં પણ પસંદ કરાયો ન હતો. હવે તે ટેસ્ટમાં ઓપનિંગ કરે છે અને દરેક ફોર્મેટમાં કેપ્ટન છે.

પ્રયોગ કરવામાં પાછળ નહીં, અંતિમ ઓવર્સ સ્પીનર્સને આપી
​​​​​​​બર્મિંઘમમાં વરસાદથી પ્રભાવિત ફાઈનલમાં ભારતે 129 રન બનાવ્યા. ઈંગ્લેન્ડે 8.4 ઓવરમાં 46 રને 4 વિકેટ ગુમાવી હતી. મોર્ગન-બોપારાએ 5મી વિકેટ માટે 64 રન ઉમેરીને ટીમને બચાવી. ધોનીએ ઈનિંગ્સની 18મી ઓવર ફેંકવા માટે ઈશાંતને બોલ આપ્યો. આ ઈશાંતની ચોથી ઓવર હતી અને તે પોતાની ત્રણ ઓવરમાં મોંઘો સાબિત થયો હતો. ઈશાંતે આ ઓવરમાં મોર્ગન અને બોપારા બંનેને આઉટ કરીને ધોનીને સાચો સાબિત કર્યો. ત્યાર પછી ઈંગ્લેન્ડને 16 બોલમાં 20 રનની જરૂર હતી. ધોનીએ સ્પિનર્સ અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને બોલિંગ આપી. ભારત આ મેચ 5 રને જીત્યું.

માત્ર બોલર પર નિર્ભર નહીં, જરૂર પડી તો રોલ બદલ્યો
​​​​​​​બાંગ્લાદેશ સામે રમાયેલી આ મેચ કરો યા મરોની મેચ હતી. ભારતે ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે આ મેચ જીતવી જરૂરી હતી. બાંગ્લાદેશ સરળતાથી લક્ષ્યનો પીછો કરી રહ્યું હતું અને જીત માટે અંતિમ ઓવરમાં 11 રનની જરૂર હતી. ધોનીએ યુવાન હાર્દિકને બોલિંગ આપી. ધોનીએ ફરી એક સરપ્રાઈઝ આપી અને યુવાન હાર્દિકના બોલે ચોગ્ગા લાગ્યા. બાંગ્લાદેશને અંતિમ બોલમાં માત્ર 2 રનની જરૂર હતી. તેણે થ્રોમાં મદદકરવા એક ગ્લોઝ ઉતારી દીધો. બાંગ્લાદેશના શુવાગતાએ બાઉન્સર મિસ કર્યો અને રન લેવા દોડ્યો. ધોની પાસે બોલ આવ્યો અને તેણે ઝડપથી દોડીને બેલ્સ પાડી દઈને મુસ્તફિઝુરને રનઆઉટ કરી દીધો.

અન્ય સમાચારો પણ છે...