• Gujarati News
  • Sports
  • If Nadal Wins, He Will Win The French Open Title A Maximum Of 14 Times, If Casper Wins, He Will Have A New Champion.

આજે વિશ્વને મળશે રેડ ગ્રેવેલનો બાદશાહ:નડાલ જીત્યો તો સૌથી વધુ 14 વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ પોતાને નામ કરશે, કેસ્પર જીત્યો તો નવો ચેમ્પિયન મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે વિશ્વને ફ્રેન્ચ ઓપનનો ચેમ્પિયન મળશે. રવિવારે સાંજે 6:30 વાગ્યાથી યોજાનારી મેન્સ સિંગલ્સની ફાઇનલ મેચમાં વર્લ્ડ નંબર-5 રાફેલ નડાલ અને નંબર-8 ખેલાડી કેસ્પર રૂડ વચ્ચે ટક્કર થશે. તેવામાં જો સ્પેનનો નડાલ આ ફાઈનલ જીતશે તો તે 14મી વખત ફ્રેન્ચ ઓપનનું ટાઈટલ જીતશે અને જો 23 વર્ષીય નોર્વેજીયન કેસ્પર રૂડ આ મેચ જીતવામાં સફળ રહેશે તો વિશ્વને એક નવો ચેમ્પિયન મળશે.

તમને જણાવી દઈએ કે કેસ્પર પહેલીવાર તે વર્ષના બીજા ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચ્યો છે. આની સાથે ઈન્ગા સ્વિયાટેકે મહિલા સિંગલનો ખિતાબ જીતી લીધો છે. તેણે અમેરિકાની કોકો ગફને 6-1, 6-3થી હરાવી દીધી છે. આની સાથે તે સતત 35મી મેચ જીતવામાં સફળ રહી છે.

22મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાની તક
રેડ ગ્રેવેલના રાજા તરીકે ઓળખાતા રાફેલ નડાલને અહીં કારકિર્દીનું 22મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાની તક મળશે. આ જીત સાથે 35 વર્ષીય નડાલ સૌથી વધુ ટાઇટલ માટે વિશ્વના નંબર 1 નોવાક જોકોવિચ અને રોજર ફેડરરથી બે સ્થાન દૂર જશે. જોકોવિચ અને નડાલે 20-20 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. જ્યારે નડાલે અત્યાર સુધીમાં 21 ગ્રાન્ડ સ્લેમ પોતાને નામ કર્યા છે.

નડાલની કારકિર્દીનો રેકોર્ડ
ફ્રેન્ચ ઓપન - 13
યુએસ ઓપન - 4
ઓસ્ટ્રેલિયન ઓપન - 2
વિમ્બલ્ડન - 2

કેસ્પર રૂડ પહેલીવાર ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમશે
23 વર્ષીય કેસ્પર રૂડ પાસે આ ગ્રાન્ડ સ્લેમ જીતવાની કઠિન તક રહેશે. પહેલીવાર કોઈ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાં તે ફાઇનલમાં રમી રહ્યો હોવાથી ફેન્સની નજર કેપ્સરના પ્રદર્શન પર પણ રહેશે. વળી તમને જણાવી દઈએ કે આ મેચ જીતવા કેસ્પર માટે પણ ઘણી મુશ્કેલ રહેશે કારણ કે તેનો સામનો આ કોર્ટના બાદશાહ રાફેલ નડાલ સામે થશે.

અન્ય સમાચારો પણ છે...