ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:નવી ચેમ્પિયન રાઈબકિનાએ કહ્યું- જીતની ઉજવણી કરવાનું નથી જાણતી

વિમ્બલડન3 મહિનો પહેલાલેખક: ક્રિસ્ટોફર ક્લેરી
  • કૉપી લિંક
  • 17મી સીડ રાઈબકિનાએ નંબર-2 જેબુરને 3 સેટમાં હરાવી હતી

એલેના રાઈબકિનાને પ્રથમ વિમ્બલડન ટાઈટલ જીતવામાં પોતાની શાનદાર સર્વિસ, પરફેક્ટ વિનર્સ અને અંડર-રેટેડ ડિફેન્સે સૌથી વધુ મદદ કરી હતી. રાઈબકિનાએ ટાઈટલ સુધીની યાત્રામાં પૂર્વ ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન આન્દ્રેસ્કૂ, હાલેપ અને નંબર-2 જેબુરને હરાવી. તેનું પ્રદર્શન પ્રભાવશાળી કેમ ન હોય, સ્પષ્ટ હતું કે ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં રહેલા તમામ દર્શકોમાંથી મોટાભાગના જે પરિણામની આશા રાખતા હતા તે નહોતું આવ્યું.

તમામ પ્રારંભથી જ ટ્યૂનીશિયાની જેબુરને સપોર્ટ કરી રહ્યા હતા. પરંતુ જેવું જ રાઈબકિના 3-6, 6-2, 6-2થી જીતી, ફેન્સે સામાન્ય અંદાજમાં અભિનંદન આપ્યા. રાઈબકિના કઝાકિસ્તાનની છે પરંતુ તેનો જન્મ રશિયામાં થયો હતો. તેના માતા-પિતા અને સંબંધીઓ રશિયામાં રહે છે. 2018થી કઝાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરનાર રાઈબકિનાને સવાલ કરવામાં આવ્યો કે- શું રશિયા તેની જીતનો રાજકીય ઉપયોગ કરી શકે છે.

આ સમયે તેણે કહ્યું કે,‘મને નથી ખબર. હું માત્ર એટલું જાણું છું કે, હાલ હું કઝાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી રહી છું. જે દેશમાં જન્મી તેની પસંદગી મે નહોતી કરી. કઝાકિસ્તાનના લોકોએ મને સમર્થન આપ્યું છે.’ રાઈબકિનાના ચેમ્પિયન બન્યા બાદ ઉજવણીને ઘણી સામાન્ય કહી શકાય છે.

23 વર્ષીય રાઈબકિના જ્યારે શનિવારે ચેમ્પિયન બની તો તેણે હાથ ઉઠાવી દર્શકોનો આભાર માન્યો. અન્ય ખેલાડીઓની જેમ ન તો તેણે બુમો પાડી, ન તો લાગણીઓને વ્યક્ત કરતા તે કોર્ટ પર સુઈ. રાઈબકિનાએ કહ્યું કે,‘હું નથી જાણતી કે આ ચોંકાવનારી જીતની ઉજવણી કઈ રીતે કરી શકાય.

  • બની શકે કે એક દિવસ તમામ મારી વધુ સારી પ્રતિક્રિયા જુએ, પરંતુ આ વખતે નહીં. મને નહોતી ખબર કે જીત્યા બાદ શું કરવું. ઘણી લાગણીઓ મનમાં હતી પરંતુ હું માત્ર પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરી રહી હતી. - એલેના રાઈબકિના

એન્જેલા ઓકુતોઈ વિમ્બલડન ટાઈટલ જીતનાર કેન્યાની પ્રથમ ખેલાડી
કેન્યાની એન્જેલા ઓકુતાઈ અને નેધરલેન્ડ્ની રોજ મેરી નીકેમ્પે ગર્લ્સ ડબલ્સ ટાઈટલ જીત્યું. એન્જેલા અને રોજની બિનક્રમાંકિત જોડીએ કેનેડાની કાયલા ક્રોસ અને વિક્ટોરિયા એમબોકોની જોડીને 3-6, 6-4, 11-9થી હરાવી. 18 વર્ષીય એન્જેલા વિમ્બલડન જીતનાર કેન્યાની પ્રથમ ખેલાડી બની.

એબડન અને પરસેલે ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવી ટાઈટલ જીત્યું
મેથ્યૂ એબડન અને મેક્સ પરસેલની ઓસ્ટ્રેલિયન જોડી પુરુષ ડબલ્સ ચેમ્પિયન બની. એબડન-પરસેલે ડિફેન્ડિંગ ચેમ્પિયન નિકોલા મેકટિચ-મેટ પેવિચની જોડીને 6-7, 7-6, 4-6, 6-4, 7-6થી હરાવી. આ એબડન-પરસેલની જોડીનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. 14મી સીડ ઓસ્ટ્રેલિયન જોડીએ બીજી સીડ ક્રોએશિયન જોડીને 4 કલાક 11 મિનિટમાં હરાવી.

અન્ય સમાચારો પણ છે...