ભાસ્કર ઈન્ટરવ્યૂ-નવીન કુમાર:ભૂલોમાંથી શીખ્યો તેના કારણે જ આ સિઝનમાં સારું પ્રદર્શન કરી રહ્યો છુંઃ નવીન કુમાર

ભોપાલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવીન પ્રો-કબડ્ડી લીગની વર્તમાન સિઝનમાં સૌથી સફળ રેઈડર

પ્રો-કબડ્ડીની આઠમી સિઝનમાં દબંગ દિલ્હીની ટીમ અજેય છે. તેને 5 મેચમાંથી ત્રણમાં જીત મળી છે, જ્યારે 2 ટાઈ રહી છે. ટીમના રેઈડર નવીન કુમારે કહ્યું કે, સિઝનમાં ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. અગાઉની ભૂલોમાંથી ટીમ શીખી રહી છે. 2018થી દિલ્હી માટે રમી રહેલા નવીન વર્તમાન સિઝનમાં 73 પોઈન્ટ સાથે સૌથી સફળ રેઈડર રહ્યો છે. તેણે ડિફેન્ડિંગ ચેમ્પિયન બંગાળ વોરિયર્સ વિરુદ્ધ સૌથી વધુ 24 પોઈન્ટ મેળવ્યા હતા. તેની સાથે વાતચીતના અંશે...

  • દબંગ દિલ્હી વર્તમાન સિઝનમાં સારું પ્રદર્શન કરી રહી છે, આ વખતે ચેમ્પિયન બનવા શું રણનીતિ છે?

2019માં અમારી ટીમને ફાઈનલમાં બંગાળ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ગત વખતની ભૂલો અમે ફરી નહીં કરીએ. મેચમાં હાર-જીત તો થતી રહે છે. ટીમમાં અનુભવી ખેલાડીઓ પણ છે. લીગ શરૂ થતા પહેલા પ્રેક્ટિસમાં ઘણી મહેનત કરી છે. મને વિશ્વાસ છે કે, આ વખતે અમે ચેમ્પિયન બનીશું.

  • 2019માં પ્રો-કબડ્ડીની ફાઈનલમાં બંગાળ વૉરિયર્સ સામેની હાર અંગે શું કહેશો?

દરેક વખતે કંઈને કંઈ શીખવા મળતું જ હોય છે. ગત વર્ષે ફાઈનલમાં હાર્યા હતા, પરંતુ તેનાથી મને કંઈને કંઈ શીખવા જ મળ્યું છે. તે મેચના વીડિયો અમે જોયા હતા. જેથી જાણી શકાય કે કઈ ભૂલોને કારણે અમે ઘણી પ્રેક્ટિસ છતાં હાર્યા હતા. તે મેચની ભૂલોને સુધારી આગળ વધી રહ્યા છીએ. ટીમના સિનિયર પાસેથી પણ ઘણું શીખી રહ્યો છું. જેના કારણે રમતમાં સુધાર જોવા મળી રહ્યો છે.

આ વખતે લીગમાં કઈ ટીમ મજબૂત લાગે છે?
કઈ ટીમ મજબૂત છે અને કઈ નબળી એ કહેવું મુશ્કેલ છે. તમામ ટીમો એક રીતે સમાન છે. મેચ દરમિયાન ખેલાડીઓએ 1-1 પોઈન્ટ માટે મહેનત કરવી પડે છે.

  • કોરોનાને કારણે ખેલાડીઓ બબલમાં છે, રમત પર શું અસર થઈ રહી છે?

કોરોનાને કારણે પ્રથમવાર ખેલાડીઓ બાયો બબલમાં છે. તેની અમારી પર વધુ અસર નથી પડી. બબલમાં તમામ ખેલાડીઓ એક સાથે સમય પસાર કરતા હોય છે, પ્રેક્ટિસ સમયે પણ બધા સાથે જ રહે છે.

  • ફેન્સ વગર મેચ થઈ રહી છે. આ અંગે તમે શું કહેશો?

અમે ફેન્સને મિસ કરી રહ્યા છીએ. તેઓ હાજર હોય તો મેચ દરમિયાન અમારો ઉત્સાહ વધારતા રહે છે. પરંતુ કોરોનાને કારણે ફેન્સ વગર લીગનું આયોજન કરવામા આવી રહ્યુ છે. કોરોનાના અંત બાદ ફેન્સ ફરી લીગમાં આવી શકશે અને અમે તેમની સામે રમીશું.

અન્ય સમાચારો પણ છે...